ગાંધીનગરથી વર્ષ-2016થી ભારત ભ્રમણે સાયકલ યાત્રા પર નીકળેલા ગૌતમ બુદ્ધ અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોડાસા શહેરમાં ર્ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ માટે આમંત્રણ આપી રહ્યા છે
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં
આઇકોનિક બસપોર્ટ સર્કલ પર આગામી 28 જાન્યુઆરીએ ર્ડો.બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાનું અનાવરણ કરવામાં આવવાનું છે ત્યારે સમગ્ર જીલ્લા સહીત મોડાસા શહેરના અનુસૂચિત જાતિના લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે જય ભીમ સેવા ટ્રસ્ટની ટીમ દ્વારા જીલ્લાના દરેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે પહોંચી આમંત્રણ આપી રહ્યા છે
મોડાસા શહેરમાં ર્ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું આઇકોનિક બસ પોર્ટ સર્કલ પર આગામી 28 જાન્યુઆરીએ અનાવરણ કરવાનું હોવાથી ભીમ સૈનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રતિમા અનાવરણના દિવસે સબલપુર સર્કલથી રાજલ બારોટના સુરસંગીત સાથે લાઈવ શોભાયાત્રા પ્રસ્થાન કરી આંબેડકર સર્કલે સંપન્ન થશે જય ભીમ સેવા ટ્રસ્ટ દ્વારા ર્ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવા તાડામાર તૈયારીઓ કરી રહ્યું છે મોડાસા શહેરમાં હજ્જારોની સંખ્યામાં જનમેદની આ પ્રસંગે સહભાગી બનશે તેવો પ્રયત્નો હાથધર્યા છે