અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ગુન્હા આચરી નાસતા ફરતા અને પેરોલ જમ્પ કરી ફરાર થનાર આરોપીઓ પર મજબૂત ગાળિયો કસી સતત નાસતા ફરતા આરોપીઓને ઝડપી જેલમાં ધકેલી રહી છે અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી છૂટ્યા પછી પોણા બે વર્ષથી ફરાર પંકજ શના સોલંકી નામનો આરોપી તેના હઠીપૂરાના ઘરે આવતા પેરોલ ફર્લો ટીમે રેડ કરતા આરોપી ખેતરમાં ફરાર થઇ જતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી પેરોલ ફર્લો પીએસઆઇ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે કોમ્બિંગ નાઈટ દરમિયાન બાયડના સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા કાપતો પંકજ શના સોલંકી (રહે,હઠીપુરા-બાયડ)નામનો આરોપી છેલ્લા પોણા બે વર્ષથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ પેરોલ જમ્પ કરી નાસતો-ફરતો પંકજ સોલંકી તેના ઘરે હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો ટીમ તાબડતોડ હઠીપુરા ગામમાં પહોંચી આરોપીના ઘરને કોર્ડન કરી સમગ્ર વિસ્તારમાં ગોઠવાઈ ગયા બાદ ત્રાટકતા આરોપી પંકજ સોલંકી ચોંકી ઉઠ્યો હતો અને ઘરના પાછળના દરવાજેથી ખેતરમાં દોટ લગાવતા પોલીસે ખેતરમાં પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા ખેતરમાં પીછો કરી પંકજ સોલંકીને દબોચી લઇ સાઠંબા પોલીસને સુપ્રત કરતા સાઠંબા પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી