અમદાવાદ-ઈંદોર રોડ ઉપર રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન બુટલેગરની ગાડીની ટક્કરથી વિજયનગરના સારોલીના પોલીસ અધિકારીનું મોત:અન્ય એક પોલીસ કર્મી જખ્મી
એ.એસ.આઈના મૃતદેહને વતન સારોલી ગામે લવાતાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા
વિજયનગર.તા. ૨૪
અમદાવાદ-ઈંદોર રોડ ઉપર અમદાવાદ કણભા પોલીસના રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન બુટલેગરની ગાડીની ટક્કરથી વિજયનગરના સારોલીના પોલીસ અધિકારીનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક પોલીસ કર્મીને ઇજાઓ થઈ હતી.
વિજયનગર તાલુકાના સારોલી ગામના વતની અને અમદાવાદ કણભા પોલીસ મથકમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા બળદેવજી મરતાજી નિનામા ગત રાત્રીના આ પોલીસ મથકના અન્ય પોલીસ કર્મીઓ સાથે પીસીઆર વાન સાથે અમદાવાદ ઈંદોર હાઇવે ઉપર રાત્રિ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન શંકાસ્પદ જણાતી દેશી દારૂ ભરેલી રીચ ગાડી આવતા એનો પીછો કરવા જતા બુટલેગરે પોતાના કબજાની ગાડી વાંકીચૂકી હંકારીને સીપીઆર ગાડીને ટક્કર મારતા એએસઆઈ બળદેવજી મરતાજી નિનામાએ જીવ ગુમાવ્યો હતો જ્યારે અન્ય એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થતાં એને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાંની પોલીસે બુટલેગર સામે હત્યાનો ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે એએસઆઈ બળદેવજી મરતાજી નિનામાના મૃતદેહને વતન સારોલી ગામે લવાતાં વિજયનગર પોલીસ અને અમદાવાદ કણભા પોલીસમથકના પીએસઆઇ જે જે અસારી. અને ,અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓફ ઓનર સાથે ફરજ દરમિયાન જાન ગુમાવનાર પોલીસ અધિકારી બલદેવજીના અંતિમ સંસ્કાર કરાયા હતા





