asd
30 C
Ahmedabad
Thursday, October 3, 2024

રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં કાર્યક્રમ યોજાયો


અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે મહિલા અને બાળ વિભાગ દ્વારા તેજસ્વીની જિલ્લા પંચાયત કાર્યક્રમ યોજાયો

Advertisement

ભારતમાં દર વર્ષે 24 જાન્યુઆરીને નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2008માં સૌપ્રથમ આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે ભારતમાં 16મો રાષ્ટ્રીય બાલિકા દિવસ 2024 મનાવવામાં આવ્યો છે.રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીનો હેતુ બાળકીઓને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો છે.

Advertisement

અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય બાલિકા દિવસના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી જેમાં અલગ અલગ સિદ્ધીઓ મેળવનાર અને અન્ય વિભાગો માથી પ્રસિદ્ધિ મેળવનાર દિકરીઓને આમંત્રિત કરવામાં આવી હતી જેમાં તેજસ્વીની જિલ્લા પંચાયત યોજવામાં આવી જે અંતર્ગત બાલિકાઓએ સમાજના મહિલાઓમાં પ્રશ્નો અને અન્ય પડતી મુશ્કેલીઓ તેમજ સમાજમાં મહિલાઓની ભાગીદારી જેવા અનેક મુદ્દાઓ વિશે ચર્ચા કરી અને પોતાના વિચારો જણાવ્યા જેમાં જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી આ ચર્ચામાં ઉપસ્થિત રહીને ચર્ચામાં ભાગ લીધો અને દીકરીઓનો ઉત્સાહ વધાર્યો.

Advertisement

આજે લગભગ દરેક ક્ષેત્રમાં દેશની દીકરીઓની ભાગીદારી છે, પરંતુ ઘણા પરિવારો એવા છે જે દીકરીઓને જન્મ આપવા માંગતા નથી. એટલા માટે તેઓ તેમને ગર્ભમાં જ મારી નાખે છે. દેશમાં ગર્લ ચાઇલ્ડ ડે ઉજવવા પાછળનો સૌથી મોટો હેતુ છોકરીઓને સહાય અને વિવિધ તકો પૂરી પાડવાનો છે.

Advertisement

આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના સદસ્યો તેમજ પદાધિકારીશ્રીઓ અને મહિલા અને બાળ વિકાસના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ અને અન્ય વિભાગીય અધિકારીશ્રીઓ તેમજ દીકરીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.નવજાત દિકરીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યુ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!