બુટલેગરો દારૂ છૂપાવવા માટે અનેક ટેકનીકનો ઉપયોગ કરતા હોય છે.રાજ્યમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂના ભાવ ત્રણ થી ચાર ગણા ઉપજતા બુટલેગરો નિતનવા પેતરા રચી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ રહે છે અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ બુટલેગરો પર તવાઈ બોલવતા બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી માટે નીતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે
અરવલ્લી જીલ્લા LCBએ મોડાસા પેલેટ ચોકડી નજીક ઇનોવા કારના દરવાજાના પડખાઓમાં સંતાડેલ 77 હજારથી વધુની વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલ જપ્ત કરી બુટલેગર ને દબોચી લીધો હતો રાજસ્થાનમાંથી ઇનોવા કારમાં દારૂ ભરી અમદાવાદ ની વાડજની સાંઈવીલા હોટલ અને વસ્ત્રાપુરની પ્રથમ હોટલ પર ઠાલવવાનો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ હતી એલસીબી પોલીસે ઇનોવા કારમાંથી વિદેશી દારૂ જપ્ત કરતા મોડાસા રૂરલ પોલીસ અને મેઘરજ પોલીસની કામગીરી અંગે અનેક સવાલ પેદા થયા છે
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં રાજસ્થાનના ઠેકા પરથી ઇનોવા કારમાં વિદેશી દારૂ ભરી મેઘરજ તરફથી અમદાવાદ લઇ જવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા એલસીબીએ
મેઘરજ બાયપાસ ચોકડી પર પેલેટ હોટલ પાસે નજીક વોચ ગોઠવી બાતમી આધારિત ઇનોવા કાર (ગાડી.નં-GJ01KA0251)ને અટકાવી તલાસી લેતા કારમાંથી દારૂ મળી ન આવતા પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ હતી જોકે બાતમી ચોક્કસ હોવાથી પોલીસે ઇનોવા કારની સઘન તલાસી લેતા ઇનોવાના દરવાજાના પડખા નીચે અંડરગ્રાઉન્ડ ગુપ્તખાના મળી આવ્યા હતા ચારે દરવાજાની અંદર બનાવેલ ગુપ્તખાનામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-120 કીં.રૂ.77700/-, ઇનોવા,મોબાઈલ મળી કુલ રૂ.3 .82 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર ચાલક તેજરામ લાલજી પાટીદાર (રહે,બાલાજી એપાર્મેન્ટ,મેમનગર-અમદાવાદ)ને દબોચી લઇ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ 1)ભગવતીલાલ દેવજી (રહે,સાંઈવીલા હોટલ,વાડજ-અમદાવાદ) ,2) સુરેશ દેવીલાલ પાટીદાર (રહે,પ્રથમ હોટલ , વસ્ત્રાપુર-અમદાવાદ) અને 3)નરેન્દ્રસિંહ નટવરસિંહ ચૌહાણ (રહે,વલાઈ, ડુંગરપુર-રાજ) નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી