ભિલોડા,તા.૨૯
ભિલોડા માતૃશ્રી આર.જે.તન્ના પ્રેરણા મંદિરમાં ૭૫માં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે હાઈસ્કુલના નેશનલ કક્ષાએ નેટબોલ સ્પર્ધામાં દિલ્હી ખાતે રમવા ગયેલા તમામ ખેલાડીઓ નું સન્માન કર્યું હતું.અરવલ્લી જીલ્લામાં બ્રાન્ડ એમ્બેસેન્ડર તરીકે પસંદ થયેલ હાઈસ્કુલની વિદ્યાર્થીની ટિંવકન્લ બુવળ ઉપસ્થિત રહ્યા હતા.એન.સી.સી. પરેડમાં પ્રથમ નંબર મેળવનાર તમામ કેડેટ્સ ને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા.બોર્ડની પરીક્ષામાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમના વિદ્યાર્થીઓ, વાલીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા.પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત રામપાલભાઈ લઢ્ઢા, જન્મેજય સોનીએ પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થીઓને શીખ આપી હતી.સંચાલક દામુભાઈ પટેલએ વિદ્યાર્થીઓને ભારત દેશનો આર્થિક ચિતાર આપ્યો હતો.આચાર્ય રમણભાઈ પટેલએ સમગ્ર વર્ષ દરમિયાન થયેલ પ્રવૃત્તિઓ, આગામી બોર્ડની પરીક્ષામાં સારા પરિણામ મેળવવા ટકોર કરી હતી.પ્રજાસત્તાક દિનની ઉજવણીને સફળ બનાવવા માટે સુપરવાઈઝર પી.આર.પટેલ, દિનેશભાઈ ચૌધરી સહિત સમગ્ર શૈક્ષણિક સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.