જિલ્લાના પશુપાલકોને કિલો ફેટે રૂા.૮૫૦ અને ગાયના દૂધમાં સમતુલ્ય કિલો ફેટે રૂા.૩૭૦.૫૦ મુજબ ભાવ ચુકવાશે.
સાબરડેરીએ સતત ચોથીવાર દૂધના ભાવમાં વધારો કરતા નવો ભાવ વધારો તા.૧ ફેબ્રુઆરીથી અમલી બનશે
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખ્ખો દૂધ ઉત્પાદકોના હિતમાં ડેરીએ દૂધના ભાવમાં રૂપિયા ૧૦નો વધારો કરતા જિલ્લાના દૂધ ઉત્પાદકો અને પશુપાલકોમાં નવા ભાવ વધારાથી ખુશીનો માહોલ છવાયો હતો. સાબરડેરીએ સતત ચોથીવાર દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેની અમલવારી આગામી તા.૧ ફેબ્રુઆરીથી થઈ જશે. નવા ભાવ વધારાથી બન્ને જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકોને માસીક અંદાજે રૂા.૬ કરોડ વધુ મળશે.
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવો મળે અને દૂધના વ્યવસાયમાં સારૂ વળતર મળી રહે તેવા સભાસદોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખી આગામી તા.૧ ફેબ્રુઆરી ૨૦૨૪થી અમલમાં આવે તે રીતે દૂધના ભાવમાં રૂા. ૧૦નો વધારો કરવાનો નિર્ણય કર્યો હોવાનું સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ અને મેનેજીંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલે જણાવ્યું હતુ. ડેરીના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટરે વધુમાં જણાવ્યુ હતું કે ૧લી ફેબ્રુઆરીથી અમલી બનનારા નવા ભાવ મુજબ દૂધ ઉત્પાદકોને ભેંસના
વખત થયેલા ભાવ વધારામાં દૂધ ઉત્પાદકોને ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટે રૂા.૮૪૦ અને ગાયના દૂધમાં સમતુલ્ય કિલો ફેટે રૂા.૩૯૫.૯૦ પ્રમાણે ભાવ ચુકવાતો હતો. અગાઉ કરતા હાલમાં દૈનિક ૫૦ લાખથી વધુ લીટર દૂધ સંપાદન થઈ રહ્યુ છે ત્યારે દૂધ ઉત્પાદકોને માસીક ધોરણે અંદાજીત રૂા.૬ કરોડ વધુ મળશે