asd
27 C
Ahmedabad
Tuesday, October 8, 2024

હે રામ..!! : બેફામ ટેન્કરે મામા-ફોઈના દીકરાની જીંદગી છીનવી, રહિયોલ ગામના બે શ્રમિક યુવકોની બાઈકને ટેન્કરે અડફેટે લેતા સ્થળ પર મોત


ગમખ્વાર અકસ્માતમાં મૃતક રાજુ નામના યુવકના માતા-પિતાનું અવસાન થતા રહિયોલ ફોઈના ઘરે રહી કડિયાકામ કરી મદદરૂપ થતો હતો

Advertisement

અકસ્માતમાં વિશાલ પરમારનું મોત નિપજતા તેના બે માસુમ બાળકો અને તેની પત્ની નિરાધાર બનતા ભારે ગમગીની છવાઈ હતી

Advertisement

અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી બેફામ ગતિએ વાહનો હંકારતા અકસ્માતની ઘટનાઓ સતત બની રહી છે મોડાસા-ધનસુરા હાઇવે વધુ એક વાર રક્તરંજીત બન્યો હતો આલમપુર ગામ નજીક ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રહિયોલ ગામના બાઈક સવાર બે શ્રમિક યુવકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું અકસ્માતના પગલે મૃતક યુવકના પરિવારજનો સ્થળ પર દોડી આવી ભારે આક્રંદ કરી મૂક્યું હતું અકસ્માતના પગલે દોડી આવેલ મોડાસા રૂરલ પોલીસે બંને મૃતકની લાશને મોડાસા અર્બન સેન્ટરમાં પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

ધનસુરા તાલુકાના રહિયોલ ગામના અને કડિયાકામ કરી જીવન નિર્વાહ ચલાવતા બે આશાસ્પદ યુવકોનું ગમખ્વાર અકસ્માતમાં મોત નિપજતા ભારે ચકચાર મચી હતી રહિયોલ ગામનો વિશાલ ગબાભાઈ પરમાર અને તેના ઘરે રહેતો તેના મામાનો દીકરો રાજુ બકાભાઈ નાયક બંને કડિયાકામ માટે બાઈક લઇ મોડાસા આવ્યા હતા સાંજે ઘરે પરત ફરતા આલમપુર નજીક યમદૂત બની ધસી આવેલ ટેન્કરના ચાલકે બેફામ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઈકને ધડાકાભેર ટક્કર મારતા બંને યુવકો રોડ પર પટકાતા માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા ટ્રાફિકજામ સર્જાતા સ્થળ પર દોડી આવેલ પોલીસે ટ્રાફિક પૂર્વરત કરાવી બંને મૃતક યુવકની લાશને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે મોડાસા અર્બન સેન્ટરમાં ખસેડી દીધી હતી મોડાસા અર્બન સેન્ટરમાં મૃતક યુવકોના પરિવારજનો અને સગાઓ દોડી પહોંચ્યા હતા ભારે આક્રંદ થી વાતવરણમાં ગમગીની છવાઈ હતી

Advertisement

આલમપુર નજીક અકસ્માતમાં મૃત્યુ ભેટેલ પાવાગઢ પંથકનો રાજુ બકાભાઈ નાયકના માતા-પિતાનું થોડા વર્ષો અગાઉ મોત નિપજતા રહિયોલ ગામમાં તેના ફોઈના ઘરે રહી કડિયાકામ કરી મદદરૂપ થતો હતો જ્યારે મૃતક વિશાલને પરિવારમાં બે નાના માસુમ બાળકો અને પત્નીના માથેથી છત છીનવાતા સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ હતી મોડાસા રૂરલ પોલીસે અકસ્માત સર્જી ફરાર ટેન્કર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!