અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નિર્વાણ દિવસની ઉજવણીના ભાગરૂપે દેશવાસીઓ શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છે નેતાઓ દરેક ભાષણમાં મત મેળવવા યાદ કરે છે દરેક સરકારી મોટી ઓફિસો અને અધિકારીઓની કચેરીમાં બાપુની તસવીરો ટીંગાળી સત્ય અને ભ્રષ્ટાચાર વિરોધી હોવાની છબી ઉપસાવવા મથામણ કરતા હોય છે પરંતુ અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મહાદેવગ્રામ (બાકરોલ) ખાતે આવેલ ગાંધીબાપુના સ્મારક મીની રાજઘાટ ગાંધી સ્મારક પ્રચલિત છે નિર્વાણદિન નિમિત્તે આ સ્થળે જિલ્લામાંથી ડીપીઓ નૈનેસ દવે સિવાય એકેય ઉચ્ચ અધિકારી કે અધિકારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું સુજ્યું ન હતું જાણે બાપુ એકલા હોય અને બાપુને સ્વાર્થ પુરતાજ યાદ કરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો હતો કે પછી ઉચ્ચ અધિકારીઓ ગાંધીના સ્મારક થી અજાણ…??ની ચર્ચા ગાંધીવાદીઓમાં ચાલી હતી
મોડાસાના મહાદેવગ્રામ (બાકરોલ)નજીક ડુંગર પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અસ્થીનું વિસર્જન કરવામાં આવ્યું છે અને સમાધિ સ્થળ બનાવી મીની રાજઘાટમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે 153મી ગાંધી નિર્વાણ દિવસે પૂર્વ સાંસદ ર્ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, સામાજિક કાર્યકર નિલેશ જોશી,અમિત કવિ,સ્વદેશી જાગરણ મંચના ચૈતન્ય ભટ્ટ, ગિરીશ પટેલ અને સરપંચ પંકજસિંહ સહીત ગણ્યા ગાંઠ્યા લોકએ વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજન ગાઈ પુષ્પાંજલિ અર્પણ કરી હતી ગાંધી નિર્વાણ દિવસની ઉજવણીમાં મહાદેવ ગ્રામ પંચાયત પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકોએ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સમયની સાથે અરવલ્લી જીલ્લાના અધિકારીઓ પણ બદલાયા હોય તેમ બાપુને વિસરી ગયા હોય તેમ શ્રદ્ધાંજલિ અર્પણ થી દૂર રહ્યા હતા
અરવલ્લી : ગાંધીબાપુના સ્મારક મીની રાજઘાટ (મહાદેવગ્રામ)થી ઉચ્ચ અધિકારીઓ અજાણ…!! ગાંધી નિર્વાણ દિને અધિકારીઓ ફરક્યા નહિ
Advertisement
Advertisement