જમીનનો કબ્જો ના સોંપવાના ગુના અંગે વધુ તપાસ ડીવાયએસપી કે જે ચૌધરી ચલાવી રહ્યા છે
આંબલીયારા પંથકમાં ઘણા લોકો સાથે આ પ્રકારની છેતરપિંડીના બનાવો બન્યાની લોકચર્ચા
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ગામની સીમમાં ખાતા નંબર 898
ના સર્વે નંબર 872 ક્ષેત્રફળ 0- 27-31 વાળી જમીન આરોપીઓએ પોતાના હિસ્સાની
જમીન મૂળ ગલુદણના વતની અને બંસીધર સોસાયટી વ્યાસવાડી સામે કઠવાડામાં
રહેતા બીંજનબેન દિલીપકુમાર રમણલાલ ત્રિવેદીને વેચાણ આપેલ અને પૂરેપૂરી કિંમત લઈ રજીસ્ટર દસ્તાવેજ કરી આપેલ પરંતુ જ્યારે બીંજનબેને
જમીનનો કબજો માંગતાં જીતપુર ગામના રહેવાસી અને અગાઉના જમીનના કબજેદાર મનુભાઈ મગનભાઈ દેસાઈ અને પ્રભાતભાઈ મગનભાઈ દેસાઈએ
જમીનનો કબજો આપવાનો ઇનકાર કરી જમીન છોડી ચાલ્યા જવાની ધમકીઓ આપી બંને આરોપીઓએ વેચાણ આપેલ જમીનમાં ગેરકાયદેસર રીતે વાવેતર કરી દઈ જમીન પચાવી પાડેલ હતી.
આ બાબતે બીંજનબેને આંબલીયારા પોલીસ મથકે
ફરિયાદ નોંધાવતા આંબલિયારા પી..એસ.આઇ જે. કે જેતાવતે ફરિયાદ નોધી બંને આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ સારું ડીવાયએસપી મોડાસા વિભાગ કે. જે ચૌધરી ચલાવી રહ્યા છે.