અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલે જીલ્લાના પોલીસ તંત્રને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને સખત હાથે ડામી દઈ પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપ્યા બાદ જીલ્લાના પોલીસ તંત્રએ પણ કમર કસી છે.
બાયડ પોલીસ મથકના ચોઇલા ગામે બે રોકટોક વિદેશી દારૂનો ગેરકાયદે વેપલો થઈ રહ્યો છે તેવી બાતમીના આધારે બાયડ પોલીસ ના પ્રો. પીઆઇ એસ ડી ગીલવા અને બાયડ પોલીસ મથકના પીએસઆઇ એન આર રાઠોડએ તેમની પોલીસ ટીમ સાથે સંયુક્ત રીતે ચોઈલા ગામે ત્રાટકી કલ્પેશભાઈ ફુલાભાઈ પરમારના ઘરે પાડેલા દરોડામાં રહેણાંક મકાનની બાજુમાં સંતાડેલી અને ઘર આગળ ઊભેલી એકટીવાની ડીકીમાંથી એમ મળી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલ નંગ. 140 જેની કુલ કિંમત રૂપિયા 42,400/- અને એકટીવા મળી કુલ રૂપિયા 67,400/- ના મુદ્દામાલ સાથે બુટલેગર કલ્પેશભાઈ ફુલાભાઈ પરમાર રહે. ચોઇલાની ધરપકડ કરી તેને વિદેશી દારૂ પૂરો પાડનાર બાયડના કુખ્યાત બુટલેગર કાર્તિક અરજન સલાટ એમ બંને સામે પ્રોહીબીશન એકટની જોગવાઈઓ મુજબ ગુનો નોધી વિદેશી દારૂ પૂરો પાડનાર કાર્તિક સલાટને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.
અરવલ્લીઃચોઈલા ગામે ત્રાટકી 140 બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગર કલ્પેશને બાયડ પોલીસે દબોચ્યો
Advertisement
Advertisement