મહિલા બુટલેગરો પોલીસની આંખમાં ધૂળ નાખવા સ્ટાઇલિસ્ટ બેગ અને પર્સમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી હતી
અરવલ્લી પોલીસની કામગીરીના ઇતિહાસમાં સૌપ્રથમ વાર એક સાથે 9 મહિલા બુટલેગર વિદેશી દારૂની રાજસ્થાનથી ખેપ મારતી ઝડપાઇ
રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હોવાની સાથે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો વેપલો થઇ રહ્યો છે અરવલ્લી જીલ્લા SP
શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્રની શખ્ત કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે દારૂના ધંધામાં રહેલા અધધ નફાના પગલે પુરુષો કરતા મહિલાઓની સક્રિયતાનો આંકડો નાનો નથી ત્યારે અરવલ્લી LCBએ વાંટડા ટોલપ્લાઝા નજીક વાનમાં મુસાફરના સ્વાંગમાં વિદેશી દારૂની ખેપ મારતી 9 મહિલા બુટલેગરને દબોચી લઇ 28 હજારથી વધુનો દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે
અરવલ્લી LCB પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ-ઉદેપુર હાઇવે પર વાંટડા ટોલપ્લાઝા નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધરાતા રાજસ્થાનમાંથી અમદાવાદની મહિલા બુટલેગરો ફિલ્મી સ્ટાઈલમાં વિદેશી દારૂ સાથે વાનમાં મુસાફરનો સ્વાંગ રચી ખેપ મારતી હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ સતર્ક બની હતી બાતમી આધારિત વાન વાંટડા ટોલપ્લાઝા નજીક પહોંચતા એલસીબી પોલીસે અટકાવી ચેક કરતા તેમની પાસે રહેલ પર્સ અને બેગમાં દારૂ હોવાની જાણ થતા વાન સાથે મહિલા બુટલેગરોને એલસીબી પોલીસ સ્ટેશન લઇ આવી ચેકીંગ હાથધરી પર્સ અને બેગમાંથી વિદેશી વિદેશી દારૂના ક્વાંટરીયા અને બિયર ટીન નંગ- 188 કીં.રૂ.28200/- સહીત 3.28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 1)રેશ્મા અજય ઘાંસી,2)સોના ભારત ગાયકવાડ,3) આરતી પ્રમોદ તમાયચી,4)આશા જયંતિ ઘાંસી,5)પુંજ કુલદીપ નેતલેકર, 6)કવીતા વિજય ઘાંસી,7)સપના અજય કામળેકર,8)સોનલ પિંકેશ માંચરેકર,9)લક્ષ્મી તુલસી ઘુમાનેકર (તમામ રહે,શિવરામની ચાલી, કુબેર નગર, સરદાર નગર-અમદાવાદ) તેમજ વાન ચાલક બુટલેગર રાજેશ નગજી મીણા (રહે,શાંતિનાથ સોસાયટી,વેજલપુર-અમદાવાદ)ને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ દારૂ ભરી આપનાર વીંછીવાડાના બુટલેગર સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા