asd
27 C
Ahmedabad
Tuesday, October 8, 2024

પંચમહાલ- શહેરાના પત્રકાર મુકેશભાઈ મારવાડી સામે ખોટી એફઆઈઆર કરવામા આવી હોવાના આક્ષેપ સાથે પત્રકારો અને જાગૃત નાગરિકોનુ તંત્રને આવેદન


ગોધરા
મિડીયા ચોથી જાગીર કહેવામા આવે છે.દેશની લોકશાહીના પાયાનો મજબુત સ્તંભ કહેવામા આવે છે. ચોથી જાગીરનુ કામ લોકોનો અવાજ બનીને કામ કરવાનુ છે. પ્રતિબિબ બનીને સમાજના પ્રશ્નોની વાચા આપવાનુ છે.પરંતુ ઘણીવાર મિડીયાનો અવાજ દબાવાના પ્રયત્નો કરવામા આવી રહ્યા છે તેમ લાગી રહ્યુ છે. પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા રહેતા પત્રકાર મુકેશભાઈ મારવાડી સામે ખોટી એફઆઈઆર નોધવામા આવી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક વહીવટીતંત્ર તાલુકા મામલતદાર અને પ્રાન્ત ઓફીસને આવેદનપત્ર સુપરત કરવામા આવ્યુ હતુ.

Advertisement

વહીવટીતંત્રને આપવામા આવેલા આવેદનપત્રમા જણાવામા આવ્યુ છે કે શહેરાનગરના અણિયાદ ચોકડી પાસે તા 22 જાન્યુઆરીના રોજ દોસ્તી ઓટો ગેરેજમા આગ લાગી હતી. જેમા આગના વિકરાળ સ્વરુપના કારણે બાઈકો પણ બળીને ખાખ થઈ ગઈ હતી. આગને ઓલવવા માટે ગોધરા અને લુણાવાડા ફાયર વિભાગની ટીમો આવી ગઈ હતી. પણ આગના બનાવથી 500 મીટર દુર આવેલી શહેરા નગર પાલિકાનુ ફાયર ફાઈટર 1 કલાક મોડા પહોચતા પત્રકાર મુકેશભાઈ મારવાડી દ્વારા ફાયરવિભાગના કર્મચારીને પુછતા કર્મચારી અભિષેક સિંહ ઠાકોર એ તારાથી થાય તે કરીલે તેમ કહી ખોટા આક્ષેપો સાથે શહેરા પોલીસ મથકમા પત્રકાર મુકેશ મારવાડી વિરુધ્ધ ફરિયાદ નોધાવી છે. જે ખોટી અને પાયાવિહોણી છે. આવેદનમા વધુ જણાવામા આવ્યુ હતુ કે આ મામલે અગાઉ પણ એક શહેરાના પત્રકાર સામે ફરિયાદ થઈ હતી. અમારી માગ છે કે ખોટી ફરિયાદો થતી અટકાવામા આવે તેવી અમારી રજુઆત છે.અત્રે નોધનીય છે આમ મિડીયાનો અવાજ દબાવાનાને લઈને પત્રકારોમા પણ રોષની લાગણી વ્યાપી ગઈ છે. આવેદન આપવા શહેરાના પત્રકારો તેમજ શહેરાનગરના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!