અરવલ્લી જિલ્લામાં પણ એસ.ઓ.જી. નહીં સુધરે કે શું.. ?
ગેસ્ટ હાઉસ અને સ્પા માં કાર્યવાહી કરો છો તો સ્થાનિકોએ કેમ પોલિસ સ્ટેશન સુધી જવું પડે છે ?
ના… તમે કાર્યવાહી નથી કરતા, એટલે લોકોએ પોલિસ સ્ટેશન સુધી જવું પડે છે…
તમે સંચાલકોને છાવરો છો… એટલે તેઓ કહે છે કે, અમે તો બધાને ખિસ્સામાં રાખીએ છીએ….આવું લોકો કહેતા હતા
SOG પોલિસે સમજવાનું કે, તમે કોઈના ખિસ્સા છો કે, ખિસ્સાની બહાર ?
અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ગેસ્ટ હાઉસમાં ગોરખધંધા ચાલતા હોવાની છાશવારે બૂમો ઉઠવા પામે છે, છતાં પોલિસ કોઈ જ કાર્યવાહી કરતી નથી અને સબ સલામત ના દાવાઓ કરી રહે છે. આ વચ્ચે જનતા રેડમાં પોલિસની છબી ખરાબ થાય છે છતાં પોલિસ લાજવાને બદલે ગાજતી રહે છે. મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગણેશપુર એશિયન ગેસ્ટ હાઉસ અને તેના સંચાલકોની દાદાગીરીનો ભોગ બનતા વિશ્વકર્મા સોસાયટીના રહીશો આ જ રજૂઆત લઈને ટાઉન પોલિસ મથકે પહોંચ્યા હતા.
પોલિસે કોઈના ખિસ્સામાં રહેવા કરતા, પ્રજાના દિલમાં રહેવા કાર્યવાહી કરવી પડશે….
Advertisement
વિશ્વકર્મા સોશાયટીના રહીશોનું કહેવું છે કે, એશિયન ગેસ્ટ હાઉસના સંચાલકો અને માલિકો દ્વારા ધાક-ધમકી આપવામાં આવે છે. તેમનું કહેવું છે કે, એશિયન ગેસ્ટ હાઉસમાં ગેરકાયદે ગોરખધંધા ચાલતા હોવાની રજૂઆત પોલિસ વડાને કરતા સંચાલકો દ્વારા તેમને ધમકીઓ મળવા લાગી. ધમકી એટલી હદે અપાઈ કે, જો આ બધુ કરશો તો તમને મારશું. સંચાલકોની દાદાગીરી એટલી હદે વધી ગઈ છે કે, તેમની પાછળ માથાભારે શખ્સો છે અને કોઈપણ સમયે સ્થાનિકોને હેરાન-પરેશાન કરી શકે છે. વારંવાર આ પ્રકારે ગેસ્ટ હાઉસમાં ચાલતા ગોરખધંધાને લઇને વિશ્વકર્મા મંદિરે સ્થાનિકોએ સીસીટીવી લગાવતા સંચાલકોનો પિત્તો ગયો અને કેમેરા કેમ લગાવ્યા તેમ કહીને તેમની સાથે દાદાગીરી કરી હતી.
સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે, મંદિરમાં જે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા, તેની દિશા સંચાલકોએ બદલી દીધી હતી, જે અંગે ગેસ્ટ હાઉસના સંચાલકોને રજૂઆત કરવા જતાં અપશબ્દો બોલી બબાલ કરી ધમકીઓ આપવા લાગ્યા હતા. સંચાલકોએ છાતી ઠોકીને સ્થાનિકોને કહ્યું કે, તમારે જે ભડાકા કરવા હોય તે કરો અમારે જે ચલાવવું હશે તે ચાલાવીશું.
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કેટલાક લોકએ ઓફ કેમેરા પર એટલી હદે રોશ ઠાલવ્યો કે, સંચાલકો તો એટલી હદે કહેતા હતા કે, તમામ લોકોને અમારા ખિસ્સામાં રાખીએ છીએ. અમારૂ કોઈ કંઈ જ ઉખાડી નહીં લે.
થોડા દિવસ પહેલા એશિયન ગેસ્ટ હાઉસમાં ચાલતા ગોરખધંધાને લઇને જાગૃત નાગરિકો અને વિશ્વ હિન્દુ પરિષદના લોકોએ રેડ કરીને ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો તેમ છતાં પોલિસે માત્ર ખાનાપૂર્તિ કરી હોવાનો ઢોંગ કર્યાની લોકચર્ચાઓ ચાલી રહી છે. હવે પરિસ્થિતિ એટલી હદે વકરી છે કે, એક બે નહીં પણ આખેઆખી સોસાયટીના રહીશોએ પોલિસને રજૂઆત કરવા જવું પડે છે છતાં પોલિસને કાર્યવાહી કરવામાં કેમ કાંઈ રસ નથી, તે એક સવાલ છે.
આ પણ વાંચો – અરવલ્લી જિલ્લાની જનતાએ SOG નું નાક કાપ્યું, ક્યાંય કુટણખાનું કે ગોરખધંધા ન ચાલતા હોવાના દાવા વચ્ચે જનતા રેડમાં ભાંડો ફૂટ્યો
ગેસ્ટ હાઉસમાં ચાલતા ગોરખધંધા તેમજ સમયાંતરે તપાસ કરવાની જવાબદારી સ્પેશલ ઓપરેશન ગૃપ ની છે, જોકે આ ટીમે તો પહેલેથી જ હથિયાર નીચે મુકી દીધા છે, કારણ કે,આ તો જ્યારે કાર્યવાહી કરવા જાય છે તો તેમને કોઈ મળતું જ નથી. માત્રા નામ પૂરતી જ કાર્યવાહી કરી છે તે જગજાહેર છે.