વીજ ડી.પીમાંથી કોપર, વાયર અને બેટરીની ચોરી કરતી રાજસ્થાનની ગુર્જર ગેંગ
સાબરકાંઠા જીલ્લામાં ઈલેકટ્રીક ડી.પી. અને વિજ થાંભલા પરથી તેમજ મોબાઈલ ટાવર પરથી ઓઈલ, કોપર કોયલ, વાવર અને બેટરીની ચોરી કરતી રાજસ્થાનની ગૂર્જર ગેંગના બે તસ્કરોને સાબરકાંઠા એલ.સી.બી.ની ટીમે હિંમતનગરમાંથી દબોચી લઈ ચોરીનો રૂા. ૮૦,૨૫૦નો મુદ્દામાલ રિકવર કરી જિલ્લાના 7 ગુનાઓનો ભેદ ખોલી નાખ્યો છે.
એ. જી. રાઠોડના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૩માં જીલ્લામાં ઈલેક્ટ્રીક ડી.પી.માંથી ઓઈલ, કોપર કોયલ, વિજ થાંભલા પરથી વાયરોની ચોરી મામલે ગુના નોંધાતા તે ગુના સંદર્ભે ભંગારની ફેરી કરતા તેમજ હિમતનગર ન્યાય મંદિર વિસ્તારમાં વેપાર કરતા ઈસમોના ડેલા (કોટા) પર એલ.સી.બી.ની ટીમ ચેકીંગ કરી રહી હતી. તે દરમ્યાન રાજસ્થાનના સાવરલાલ લચ્છીરામ ગુર્જર અને ભેરૂલાલ પારસમલ ગુર્જર (રહે.દંતેડી, તા. કરેય ભૌલવાન, રાજસ્થાન તેના મિત્રો ભંગારનો (કાંટો) વિરપુર ગામની સીમમાં આવેલ હોઈ ત્યાં ચોરી કરેલો મુદ્દામાલ સંતાડી રાખ્યાની બાતમી મળી હતી.
સહઆરોપીઓ(પકડવાના બાકી)ને શોધતી પોલીસ
૧. દિપક રેખારામ ગુર્જર(મૂળ રહે.ઝાંબરા, તા.દેવગઢ, રાજસ્થાન, હાલ રહે.વાંકાનેર, જી.આઈ.ડી.સી.અંદર, તા.ભિલોડા) ૨. સુરેશ વન્તારામ ગુર્જર(મૂળ રહે. બોરવાડા, રાજસ્થાન, હાલ રહે.લાંભા શ્રીનાથ સોસાયટી, અમદાવાદ) ૩. પ્રકાશ પન્નાલાલ સાલ્વી (રહે.કુવાસકા, રાજસ્થાન) ૪. સુખદેવ ઉર્ફે સુરજ ઉદારામ ગુર્જર(રહે.કવાસ, તા.દેવગઢ- રાજસ્થાન) ૫. સુરેશ તથા દિપકનો મિત્ર, પીકઅપ ડાલાનો ડ્રાઈવર જેનું નામ-સરનામું મળ્યું નથી.
જીલ્લાના ૭ ગુનાઓનો ભેદ ખોલી નાખ્યો છે. ઝડપાયેલા બન્ને તસ્કરોએ સાબરકાંઠા તેમજ અરવલ્લી જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ૧૩ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યાની કબુલાત કરી છે. સાથે સાથે સમગ્ર ચોરી પ્રકરણમાં રાજસ્થાનના અન્ય પાંચ વોન્ટેડ તસ્કરોની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.
એલ.સી.બી.ની ટીમે શું કબજે લીધું ?
સાબરકાંઠા એલ.સી.બી.એ ગુર્જર ગેંગને ઝડપી ડી.પી.ના કોપર વાયર, જી.ઈ.બી.ના વિજતાર ચોરતી ગેંગને ઝડપી પાડી છે અને તેમની પાસેથી ૧૫૦ કિલો ઈલેક્ટ્રીક ડી.પી.ના ક્રોપર કોયલના ગુંચડા ઝડપ્યા હતા.