અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે આંતરિયાળ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી અલ્ટો કારનો ફિલ્મીઢબે પીછો કરી બોબીમાતા સરહદ નજીક કાર માંથી 86 હજારનો દારૂ ઝડપી લીધો હતો ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા બુટલેગરે અલ્ટો કારમાં ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતો હોવાનો પર્દાફાશ થયો હતો
શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે જાબચિતરીયા નજીક પેટ્રોલિંગ હાથધરતા વસાયા ગામ તરફથી વિદેશી દારૂ ભરેલી કાર ચાલક બુટલેગર પોલીસજીપ સામે આવતા કાર રિવર્સ લઈ બોબીમાતા તરફ હંકારી મુકતા પોલીસે ફિલ્મીઢબે કારનો પીછો કરતા બુટલેગર હાંફી ગયો હતો કાર રોડ સાઈડ ઉભી કરી અંધારામાં ઝાડી -ઝાંખરામાં ફરાર થઇ જતા પોલીસે બિનવારસી અલ્ટો કારની તલાસી લેતા કારમાં સંતાડેલ વિદેશી દારૂ બોટલ-બિયર ટીન-764 કીં.રૂ.85920/- નો જથ્થા સહીત કાર મળી કુલ.રૂ.2.88 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી