31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

હિંમતનગરમાં 1500 થી વધુ બાળકોને આપાતકાલીન સમયે આગથી બચવા ફાયર વિભાગ દ્વારા તાલીમ યોજાઇ


પાણપુર, હાપા, નવા અને વીરાવાડા શાળામાં સલામતી સપ્તાહ-2024 અંતગર્ત કાર્યક્રમ યોજાયો

સુરત ખાતે એક ગંભીર આગની ઘટનામાં નિર્દોષ બાળકોના મરણ થયા હતા જેનો ખુબ આક્રોશ અને પ્રજામાં અપાર વેદનાની લાગણીને લઇ તારીખ 03 ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હિંમતનગરની પાંચ શાળાઓમાં ફાયર વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. તબક્કાવાર શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને વિવિધ આકસ્મિક કે કટોકટી સમયે ફાયર સેફ્ટી કે ઉપકરણની માહિતી હોવી જરૂરી છે.

આ અંગેની વિગત એવી છે કે, શાળા સલામતી સપ્તાહ-2024 અંતગર્ત હિંમતનગર નગરપાલિકાની ફાયર ટીમ સરકાર ધ્વારા આપવામાં આવેલી સાડા ત્રણ કરોડની આધુનિક સાધનોથી સુસજ્જ ERV ઈમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ લઈને બુધવારે સવારે હિંમતનગર તાલુકાના પાણપુર તથા હાપા ગામની પ્રાથમિક શાળામાં પહોંચી હતી. જ્યાં શાળાના વિધાર્થીઓને વ્હીકલમાં કુદરતી આપતી કે આગ લાગવી ઉપરાંત કુદરતી હોનારત થાય ત્યારે તેના સામે ક્યાં સાધનના ઉપયોગ કેવી રીતે કરવામાં આવે તે વિશેની જાણકારી ફાયર ટીમ દ્વારા આપવામાં આવી હતી સાથે એક જ સમયે એક દોરડા માં વધુ ગાંઠ કેવી રીતે લગાવી શકાય તે પણ ડેમો બતાવવામાં આવ્યો હતો.તો આગ લાગે ત્યારે તેને કેવી રીતે બુજાવવી જોઈએ તેનો ડેમો કર્યો હતો.હિંમતનગર નગરપાલિકાની ફાયર ટીમ દિવસ દરમિયાન હાપા,પાણપુર,નવા અને વીરાવાડા એમ ચાર શાળાઓમાં પહોચી હતી વિધાર્થીઓ અને શિક્ષકો સાથે 1500 ને આ ડેમો બતાવીને સાધનો વિષે જાણકારી આપી હતી.

સાબરકાંઠા જિલ્લામાં તારીખ 03 ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હિંમતનગરની પાંચ શાળાઓમાં ફાયર વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જિલ્લામાં શાળા સલામતી સપ્તાહ દરમિયાન તબક્કાવાર શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને વિવિધ વિભાગો દ્વારા આપત્તિ સમયે શું કરવું જોઈએ તે અંગે તાલીમ આપવામાં આવે છે. શાળા સલામતી સપ્તાહમાં આ તાલીમ ફાયર વિભાગ,ઇમરજન્સી 108,RTO, પોલીસ વિભાગની મદદથી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!