માલપુર તાલુકાના રંભોડા નવી વસાહત સીમમાંથી ગેરકાયદે જંગલના લીલાં લાકડા ભરેલી ટ્રકની હેરાફેરીમાં સંડોવાયેલા શખ્સો સાથે ઝડપાઈ જતાં વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ માલપુર વન વિભાગમાં આવતા રંભોડા નવી વસાહત સીમમાં પાસ પરમીટ વગર ભરી રખાયેલા જંગલના લીલા લાકડાં જેની કિંમત અંદાજે ચાર લાખ ઉપરાંતની થવા જાય છે. જે ટ્રક ઝડપી પાડી વન વિભાગે હેરાફેરી સંડોવાયેલા શખ્સો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માલપુર વન વિભાગના કર્મચારીઓ હેલોદર વિસ્તારમાં રાઉન્ડમાં હતા ત્યારે રંભોડા સીમ વિસ્તારમાં ટ્રકમાં ગેરકાયદે લીલાં લાકડાં ભરીને શખ્સો વેપાર કરવા માટે પસાર થઈ રહ્યા હોવાની બાતમી મળતાં વન વિભાગના અધિકારીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી રંભોડાની સીમમાંથી રાત્રિના સમયે પસાર થતી પાસ પરમિટ વગરની લીલાં લાકડાં ભરેલી ટ્રકને ઝડપી પાડવામાં આવી હતી. તેમજ ગેરકાયદે લીલાં લાકડાં ભરેલી ટ્રકની હેરાફેરી સાથેના શકશો પાસે પાસ પરમીટના આધાર પુરાવા માંગતાં તેમની પાસે કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હોતા. માલપુર વન વિભાગે ચાર લાખ રૂપિયાના પાસ પરમિટ વગરના લીલાં લાકડાં ટ્રકમાં ભરી વેપલો કરવા નીકળેલા શખ્શોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.