asd
33 C
Ahmedabad
Tuesday, October 8, 2024

EXCLUSIVE : RTO એજન્ટ ઇમરાન હુસેન ઉર્ફે ભૂરાને ગાંધીનગર ACBએ દબોચ્યો,ટ્રકના ફિટનેશ સર્ટિફિકેટ માટે 6.5 હજાર લાંચ લીધી


RTO કચેરીનો ફોલ્ડરીયો લાંચ લેતા ઝડપાતા એઆરટીઓ કચેરીમાં સન્નાટો
RTO કચેરીમાં પડ્યા પાથર્યા રહેતા આરટીઓ એજન્ટ અને તેમના ફોલ્ડર કચેરી છોડી રફુચક્કર
મોડાસા એઆરટીઓ કચેરીમાં એજન્ટ પ્રજા યથાવત,કચેરી પરિસરમાં ઠેર ઠેર દલાલોનો રાફડાથી ભ્રષ્ટાચારની બદી ફૂલીફાલી

Advertisement

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો વચ્ચે ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મીઓને લાંચ લેતા એસીબી સતત ઝડપી પાડી જેલ પાછળ ધકેલી રહી છે અરવલ્લી મોડાસા શહેરના જીલ્લા સેવાસદન સામે આવેલ એઆરટીઓ કચેરીમાં એજન્ટના સંપર્ક વગર સીધા કચેરીના કામકાજ માટે આવનાર લોકો ધરમ ધક્કા ખાઈ રહ્યા હોવાની સાથે ભ્રષ્ટાચારના દલદલમાં એ.આર.ટી.ઓ કચેરી ફસાઈ હોવાની બૂમ સતત ઉઠતી રહી છે ત્યારે વાહનના ફિટનેસ સર્ટિફિકેટ માટે 6.5 હજાર રૂપિયાની લાંચ લેતા આરટીઓ એજન્ટને ગાંધીનગર એસીબીએ છટકું ગોઠવી ઝડપી લેતા એસીબીની સફળ ટ્રેપથી આરટીઓ કચેરીમાં સન્નાટો ફેલાયો હતો

Advertisement

મોડાસા એઆરટીઓ કચેરીમાં વાહન માલિકને 12 ટાયર વાળા ટ્રકનું ફિટનેશ કરાવવાનું હોવાથી તજવીજ હાથધરતા આરટીઓ એજન્ટ ઇમરાનહુસેન ઉર્ફે ભૂરો મહંમદહુસેન ટીંટોઇયાએ ટ્રકનું ફિટનેશ કરાવી આપવાની જવાબદારી લઇ ટ્રક માલિક પાસેથી ટ્રકના ફિટનેશ સર્ટિફિકેટ માટે 10 હજાર રૂપિયાની લાંચ માંગતા ટ્રક માલિક સમસમી ઉઠ્યો હતો અને લાંચીયા એજન્ટને સબક શીખવાડવા એસીબીનો સંપર્ક કર્યો હતો ગાંધીનગર એસીબીની ટીમે ગુરુવારે બપોરના સુમારે લાંચનું છટકું ગોઠવી ટ્રક માલિકને આરટીઓ એજન્ટ ઇમરાનહુસેન ઉર્ફે ભૂરો મહંમદહુસેન ટીંટોઇયાને ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ.6500/-આપવાની તૈયારી બતાવતા એજન્ટે ફરિયાદીને કોલીખડ નજીક ચાલતા ફિટનેશ કેમ્પ પર આવી જવા જણાવ્યુ હતું

Advertisement

ગાંધીનગર એસીબી પીઆઇ શ્રીમતિ ટી.એમ.પટેલ અને તેમની ટીમે કોલીખડ ગામ નજીક ફિટનેશ કેમ્પ નજીક આરટીઓ એજન્ટ જાળમાં ફસાઈ જતા રંગે હાથે ઝડપી પાડવા તાબડતોડ ફિટનેશ કેમ્પ નજીક વોચ ગોઠવી એજન્ટ ઇમરાનહુસેન ઉર્ફે ભૂરો મહંમદહુસેન ટીંટોઇયાને ફરિયાદી પાસેથી રૂ.6500/- લેતા દબોચી લેતા એસીબી ટ્રેપની જાણ થતા એજન્ટ ઠંડીમાં પાણી પાણી થઇ ગયો હતો ગાંધીનગર એસીબીની સફળ ટ્રેપની જાણ થતા એઆરટીઓ કચેરીમાં સન્નાટો છવાઈ ગયો હતો લાંચિયા એજન્ટને ઝડપી પાડી ફિટનેશ સર્ટિફિકેટની લાંચમાં એઆરટીઓ કચેરીના કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે નહીં તે અંગે ઝીણવટભરી તપાસ હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!