ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થવાની સાથે યુવાનો હૃદયરોગના હુમલામાં મોત નિપજ્યાની ઘટનાઓ વધી રહી છે હાર્ટ એટેકના હુમલામાં દર્દીને ત્વરીત સીપીઆર આપવામાં આવે તો જીવને જોખમ ઘટાડી શકાય છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસીએસન મોડાસાના તબીબોએ ટાઉનહોલમાં ચાર તાલુકામાં ફરજ બજાવતા 150 જેટલા હોમગાર્ડ જવાનોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી હતી
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મોડાસા શાખાના પ્રમુખ ર્ડો.કેતન સુથાર અને સેક્રટરી ર્ડો.ચિરાગ દરજીએ મોડાસા શહેરના ટાઉન હોલમાં મોડાસા,માલપુર,ધનસુરા અને મેઘરજ તાલુકામાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોને સીપીઆર (Cardiopulmonary Resuscitation) અંગેની ટ્રેનિંગ આપવાની સાથે કોઈ પણ વ્યક્તિને આકસ્મિક હાર્ટ એટેક આવે ત્યારે પ્રાથમિક સારવાર અંગે વિસ્તૃત માહિતી આપી હતી આ કાર્યક્રમમાં Dysp રણજીતસિંહ ડાભી સહીત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાન ઉપસ્થિત રહ્યા હતા