અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ 2005 હેઠળ કાયદાકીય માર્ગદર્શન હેતુ સેમિનાર એડી.સિવિલ જજ શ્રી મનાલી લતાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.જેમાં અરવલ્લી બાર એસોસિએશનના પ્રમુખ તેમજ આસી.એલ.એ.ડી.સી ઘનશ્યામ પેટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ટીંટોઈ ખાતે યોજાયેલા આ સેમિનારમાં કાયદાના જાણકારો દ્વારા અને મહિલા અને બાળ વિભાગના અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી દ્વારા ઘરેલુ હિંસા સામે રક્ષણ મેળવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મહિલાઓના હક અને અધિકારો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી. જેમાં ઘરમાં થતાં માનસિક અને શારીરિક અત્યાચાર વિરોધી કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી. અને મહિલાઓ માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી યોજનાકીય લાભો વિશે ચર્ચા કરીને સમગ્ર માહિતગાર કરવામાં આવ્યા. અરવલ્લીના ટીંટોઈ ખાતે આ કાર્યક્રમમાં અધિકારોઓ,કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.