26 C
Ahmedabad
Tuesday, March 5, 2024

હિંમતનગરના ધાણધા ફાટક પાસે એસ.ટી.બસની ટક્કરથી ગૌમાતા નું કરુણ મોત નિપજ્યું


સ્થાનિકો દ્વારા જીવદયાની ટીમને જાણ કરી મૃત ગાયનું સારવાર બાદ મોત થતાં અંતિમવિધિ કરાઈ

Advertisement

નાનાંમોટાં માર્ગ અકસ્માતમાં એન કેન પ્રકારે નાની મોટી ગંભીર ઇજાઓથી ગણા કેસમાં પશુધન તથા વ્યક્તિઓને વાહનો દ્વારા અડફેટે લેતા મોત નિપજતા હોય છે ત્યારે આવીજ ઘટના હિંમતનગરના ધા પાસે બનવા પામી હતી. ગુરુવારે રાત્રે એસ.ટી. બસની ટક્કર વાગતા ગાયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિકો દ્વારા જીવદયા પ્રેમીને જાણ કરાતા હિંમતનગર જીવદયા પ્રેમીની ટીમ અને તબીબોએ ઘટના સ્થળે પહોંચી સારવાર ચાલુ કરી હતી. પરંતુ ગંભીર ઈજાઓને કારણે ગાયનું મોત થતા જીવદયા પ્રેમીઓ દ્વારા ગૌમાતાની અંતિમવિધિ કરાઈ હતી.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ ઈડર-હિંમતનગર હાઈવે નજીક આવેલ ધાણધા ફાટક પાસે ગુરૂવારે રાત્રે બેદરકારી ગફલતભરી રીતે એસ.ટી.બસના ચાલકે ગાયને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકોએ ઘટનાસ્થળે પહોંચી ઘવાયેલ ૧ ગાયની હાલત ગંભીર જણાતા સ્થાનિકોએ જીવદયા પ્રેમીની ટીમને કોલ કરતા ટીમના મિતુલ વ્યાસ અને દિપક સુથાર તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી તબીબોને જાણ કરી સારવાર અપાવી હતી. પરંતુ એસ.ટી.બસની ટક્કરથી ગંભીર રીતે ઘવાયેલ ગૌમાતાનું કરૂણ મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. જીવલેણ અકસ્માતમાં ઈજા પામેલ ગૌમાતાને જે.સી.બી. વડે ખાડો ખોદાવી અંતિમવિધિ કરવામાં આવી હતી. જીવદયા પ્રેમીઓની આ સરાહનીય કામગીરીને વધાવી ગ્રામજનો અને સ્થાનિકોએ ગૌમાતાને અશ્રુભરી વિદાય આપી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!