અરવલ્લી SP શૈફાલી બારવાલે જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગ થતી વિદેશી દારૂની હેરાફેરી બંધ કરવા શખ્ત
કાર્યવાહીના આદેશના પગલે જીલ્લામાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા વાહનો સતત ઝડપાઇ રહ્યા છે જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો પર ધોંસ વધારતા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારના બુટલેગરો હવે બાઈક અને મોપેડ પર શરાબની ખેપ મારી રહ્યા છે શામળાજી પોલીસે પહાડીયા ગામ નજીકથી એક્ટિવા પર દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવી 44 બોટલ જથ્થો જપ્ત કરી બુટલેગરને ઝડપી લીધો હતો
શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે પ્રોહીબીશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલીંગમાં હતી ત્યારે પહાડીયા ગામ નજીક રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ એક્ટિવા આવતા પોલીસે અટકાવી એક્ટિવા પર થેલામાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-44 કીં.રૂ.29880/-ના જથ્થા સાથે મોહિત દિનેશભાઇ ચૌધરી (રહે,બડીસાદડી-રાજ)ને દબોચી લઇ દારૂ એક્ટિવા અને મોબાઇલ મળી કુલ.રૂ.61880/-નો જથ્થો જપ્ત કરી દારૂ ભરી આપનાર લોકેશ હરિજન (આર્યન હોટલ,ફતેહસાગર-ઉદેપુર) અને પંકજ નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી