શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્યામ નારાયણ ગીરી સ્વામી બ્રહ્મલીન થતા ભક્તોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. તેમની અંતિમયાત્રામા મોટી સખ્યામા ભાવિકો જોડાયા હતા. મંદિર પરિસરમા તેમને સમાધિ આપવામા આવી હતી.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે.આ મંદિરમા વર્ષોથી થાણાપતિ તરીકે સેવા આપતા મંહત શ્યામ નારાયણગીરી સ્વામી બ્રહ્મલીન થયા હતા. તેમના દેહાતના સમાચાર વાયુવેગે તેમના ભક્તોમાં પ્રસરી જતા મોટી સંખ્યામા તેમના ભાવિકો મરડેશ્વર મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. તેમના પાર્થિવદેહના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. સાથે લુણાવાડા અખાડાના મહારાજો પણ ઉપસ્થિત રહ્યા હતા.તેમની અંતિમયાત્રા શહેરાનગરમા આવેલા વિવિધ વિસ્તારો મેઈન બજાર, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમા ફરી હતી,શહેરામાં પણભાવિકોએ તેમના પાર્થિવ દેહ પર ફુલોના હારો ચઢાવીને શ્રધ્ધાજંલી અપર્ણ કરી હતી.ગ્રામીણ વિસ્તારોમાથી આવેલા નાગરિકોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા મરડેશ્વર મહાદેવ મંદિરની બહાર તેમને પાર્થિવદેહને સમાધિ આપવામા આવી હતી. તેમના અવસાનને લઈને શહેરાના ધારાસભ્ય દ્વારા પણ શ્રધ્ધાજંલી પાઠવામા આવી હતી. તેમની અંતિમ યાત્રામા શહેરાનગરના વેપારીઓ, નાગરિકો, ગ્રામીણ વિસ્તારમાંથી આવેલા ભાવિકો, યુવાનો હાજર રહીને ભીની આંખે વિદાય આપી હતી.