asd
33 C
Ahmedabad
Tuesday, October 8, 2024

અરવલ્લીઃ બાયડ-વાત્રક માર્ગ પર આવેલા એક ગેસ્ટહાઉસમાં રંગરેલીયા મનાવવા ગયેલા આધેડના રામ રમી ગયા


અરવલ્લી જીલ્લામાં આવેલા ગેસ્ટહાઉસો અનૈતિક પ્રવૃત્તિઓ માટે જાણીતા છે

Advertisement

ગેસ્ટહાઉસમાં આધેડના મોતની વાત નગરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈઃલોકોનાં ટોળેટોળાં એકત્ર થઇ ગયાં હતાં

Advertisement

જીલ્લામાં ચાલતા ગેસ્ટહાઉસોમાં આવતાં આવા લોકોની નોધ રાખવામાં આવે છે કે કેમ તે સરકારી એજન્સીઓ માટે તપાસનો વિષય છે

Advertisement

અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે બાયડ વાત્રક માર્ગ પર આવેલા કાવ્ય ગેસ્ટ હાઉસમાં બાજુના તાલુકાના એક આધેડ ઉંમરના પુરુષ એક મહિલાને લઈને રંગરેલીયા મનાવવા પહોંચી ગયા હતા પરંતુ ગેસ્ટ હાઉસના રૂમમાં જ 60 વર્ષની ઉંમરના આધેડના રામ રમી જતાં આ આખી ઘટના આખાયે તાલુકામાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ હતી…!!!

Advertisement

કહેવાય છે ને કે માણસની ઉંમર વધતા શરીર વૃદ્ધ થાય છે પરંતુ માણસનું મન ક્યારેય વૃદ્ધ થતું નથી… તે તો જુવાનીના દીવાસ્વપ્નમાં જ રાચતું હોય છે…. આવું જ શુક્રવારના રોજ બાયડ શહેરના વાત્રક રોડ ઉપર આવેલા એક કોમ્પ્લેક્સમાં કાવ્ય નામના ગેસ્ટ હાઉસમાં બાયડની બાજુના તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 60 વર્ષની ઉંમરના એક આધેડ 54 વર્ષની બાયડ તાલુકાના છેવાડાના ગામની એક મહિલાને લઈને ગેસ્ટહાઉસના રૂમ નંબર. 103 માં શયન સુખ માણવા પહોંચી ગયા હતા…!!!
પરંતુ રંગ રેલીયા મનાવવાનો આ પુરુષનો મનસુબો પાર ના પડ્યો….!!!

Advertisement

ગેસ્ટ હાઉસના રૂમના પલંગ પર જ આધેડના રામ રમી જતાં મહિલા હાંફડી ફાંફડી થઈ જઈને દોડતી ગેસ્ટ હાઉસના સંચાલકોને જણાવ્યું કે સાથે આવેલા પુરુષના રામ રમી ગયા છે…. ગેસ્ટ હાઉસના સંચાલકોએ બાયડ પોલીસને જાણ કરતાં બાયડ પોલીસે ઘટના સ્થળે આવી ડોક્ટરને બોલાવી તપાસ કરાવતાં આધેડ મૃત્યુ પામ્યા હતા…
બાયડ પોલીસે રંગીન મિજાજના મરનારના પરિવારનો સંપર્ક કરી પરિવારજનોને બોલાવતાં પરિવારજનોએ ફરિયાદનો ઇનકાર કરતાં આખી વાત પર પડદો પડી ગયો હતો.
આખરે વાત એમ છે કે, જીલ્લાભરમાં ચાલતા ગેસ્ટહાઉસોમાં આવતા અને રોકાતા લોકોના આધાર પુરાવા લેવામાં આવે છે કે કેમ…???
તંત્રની સરકારી એજન્સીઓ દ્વારા આવી બાબતોની યોગ્ય ચકાસણી કરવામાં આવે છે કે કેમ…???
પોલીસ તંત્રએ ગેસ્ટહાઉસોમાં ચાલતા ગોરખધંધાઓ સામે કડક પગલાં ભરવાની જરૂર છે..

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!