અરવલ્લી જીલ્લામાં લગ્નસરાની મૌસમ પુરબહારમાં ખીલી ઉઠી છે કેટલાક લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલ થતી હોવાનું જગજાહેર છે
બાયડ તાલુકાના રણેચી ગામમાં લગ્નપ્રસંગમાં ધીંગાણું થતા ભારે હોહા મચી ગઈ હતી ગાબટ ગામની મહિલા પર તેના પતિએ હુમલો કરી ખેતરમાં ખેંચી લઇ જઈ પતિના ઉપરણામાં તેના જેઠ અને પુત્રો સહીત ટોળાએ ઢોર માર મારતા મહિલાને બચાવવા વચ્ચે પડેલ તેની ત્રણ બહેનો અને સગા સબંધીને ઢોર માર મારી બે મહિલાઓના દાગીનાની લૂંટ ચલાવતા ભારે ચકચાર મચી હતી બાયડ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, બાયડ તાલુકાના ગાબટ ગામના પ્રિયંકાબેન હિતેષભાઇ પટેલ રણેચી ગામમાં લગ્નમાં ગયા હતા તેમના પતિએ દારૂ પીને તેમના પુત્રને લાફો મારતા મહિલાએ તેમના પતિને ટોકતા પ્રિયંકાબેનને તેમના પતિ નજીક ખેતરમાં ખેંચી લઈ જઈ માર મારતાં અને પતિના સપોર્ટમાં તેમના તેના ભાઈઓ અને ભત્રીજાઓ પહોંચી માર મારતા મહિલાને બચાવવા તેની બહેનો અને તેમના જીજાઓ દોડી આવતાં તેમને પણ ગડદા-પાટુનો માર મારતા રેખાબેન નામની મહિલાને બિભસ્ત ગાળો બોલી પ્રિયંકા બેન અને રેખાબેને પહેરેલ સોનાના દાગીનાની લૂંટ ચલાવતા લગ્નપ્રસંગમાં ભારે દેકારો બોલાઈ ગયો હતો બાયડ પોલીસે પ્રીયંકાબેન હિતેષ પટેલની ફરિયાદના આધારે તેના પતિ સહીત 9 લોકો સામે નામજોગ ગુન્હો નોધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે