મોડાસા ટાઉન PI ડી.કે.વાઘેલા અને PSI બી.કે.ભુનાતરની ટીમે સગીરા અને પ્રેમીને ભાવનગરના મહુવાથી દબોચી લીધા,પ્રેમી જેલના હવાલે
*
સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતી અને સોશ્યલ મીડિયામાં રચીપચી રહેતી સગીર વયની દીકરીઓના માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સો બન્યો
મોડાસામાં રહેતી સગીરા ઇંસ્ટાગ્રામ થકી પ્રેમમાં પડી પરિવારજનોના હોશ ઉડ્યા
પ્રેમમાં માણસને પોતાના પ્રિયપાત્ર સિવાય કંઈ જ સૂજતું નથી એટલે પ્રેમને પાગલ અને આંધળો હોવાની ઉપમા મળી છે છે. તેમાં પણ આજના સોશ્યલ મીડિયા યુગમાં કેટલાક લંપટ યુવકો સગીરાઓના ભોળપણનો લાભ લઇ પ્રેમની આડમાં દેહ ચૂંથતા હોવાની ઘટનાઓ સતત વધી રહી છે આધુનિક યુગમાં પોતાના સંતાનોનું ભલું ઈચ્છતાં માતા-પિતા માટે ઘણા બધા ચોંકવનારા કિસ્સા બહાર આવતા હોય છે ત્યારે મોડાસા શહેરમાં રહેતી સગીરાને ઇન્સ્ટગ્રામમાં રિકવેસ્ટ મોકલી મહુવાના લંપટ યુવકે પ્રેમમાં ફસાવતા પ્રેમમાં પાગલ બનેલ સગીરા અમદાવાદ પ્રેમી પાસે પહોંચી જતા યુવકે સગીરાનો મોબાઈલ તોડી નાખી મહુવા જતો રહ્યો હતો સગીરાના પરિવારજનોએ અપહરણનો ગુન્હો નોંધાવતા ટાઉન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી અપહરણકાર યુવકને મહુવાથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શ હેઠળ મોડાસા
ટાઉન PI ડી.કે.વાઘેલા અને તેમની ટીમે 15 દિવસ અગાઉ શહેરમાંથી યુવતીના અપહરણનો ગુન્હો નોંધાતા ગુમ યુવતીના મોબાઈલની કોલ ડિટેઈલ્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરતા કેટલાક શંકાસ્પદ કોલ અને યુવતીનો મોબાઈલ બંધ થયા પહેલા લાસ્ટ કોલની માહિતી મેળવતા નંબર ભાવનગરના મહુવામાં રહેતા યુવકનો હોવાની માહિતી પ્રાપ્ત થતા બાતમીદારો અને ટેક્નિકલ સોર્સની માહિતીના આધારે સગીરાનું અપહરણ કરનાર આરોપી સુરેશ શના શિયાળ (રહે,જાપા વિસ્તાર,મહુવા)ને ભારે જહેમત બાદ મહુવાના વૃંદાવન ગાર્ડનમાંથી ભોગ બનનાર સગીરા સાથે દબોચી લઇ યુવકને જેલના સળિયા પાછળ ધકેલી દઈ અપહત્ય સગીરાનો છુટકારો અપાવ્યો હતો ઇંસ્ટાગ્રામ થકી સગીરાને પ્રેમમાં લલચાવી ફોસલાવનાર યુવક સામે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધવા તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
INBOX :- મહુવાના લંપટ યુવકે મોડાસા શહેરની સગીરાને કઈ રીતે પ્રેમજાળમાં ફસાવી વાંચો…!!!
મોડાસા શહેરમાં રહેતી એક સગીરાને ઇંસ્ટાગ્રામ થકી ભાવનગરના મહુવા ગામના યુવક સાથે મિત્રતા થઇ હતી ઇંસ્ટાગ્રામ પર ધીરે ધીરે વાત વધતા યુવકે સગીરાનો વોટ્સઅપ નંબર મેળવી લીધો હતો વોટસઅપ પર વાતચીત આગળ વધતા યુવક કોલ મારફતે સગીરાને પ્રેમમાં ફસાવી હતી સગીરા પ્રેમમાં પાગલ બની જતા યુવકે સગીરાને લગ્નની લાલચ આપી તેને અમદાવાદ બોલાવતા પ્રેમમાં પાગલ બનેલ સગીરા બસમાં અમદાવાદ પહોંચતા મહુવાનો યુવક સગીરાને અમદાવાદ આવી લઇ ગયો હતો યુવકે સગીરા મળતા પોલીસ કે સગીરાના પરિવારજનોંના હાથે પકડાઈ ન જાય તે માટે સગીરાનો મોબાઈલ તોડી નાખ્યો હતો જોકે સગીરાએ છેલ્લો કરેલ કોલ પ્રેમીને જેલના સળિયા પાછળ ધકેલવા માટે મહત્વની કડી સાબિત થયો હતો