અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતર રાજ્ય સરહદ પરથી બુટલેગરો ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવા સતત પ્રયત્નશીલ રહે છે જીલ્લા SP શૈફાલી બારવાલની શખ્ત સૂચનાને પગલે પોલીસતંત્ર પ્રોહિબિશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે શામળાજી પોલીસે વધુ એક વાર દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવી બોબીમાતા નજીક બિનવારસી પલ્સર પરથી 26 હજારથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરી પોલીસ જોઈ ફરાર થઇ ગયેલા બંને બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પર રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથધરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે બુટલેગરો અંતરિયાળ આંતરરાજ્ય સરહદો પરથી દારૂ ઘુસાડવા સક્રિય થતા શામળાજી પોલીસે અંતરિયાળ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જાંબુડી થી બોબીમાતા કાચા રસ્તા પરથી પસાર થતા પલ્સર બાઈક પર દારૂની ખેપ મારનાર બુટલેગરો પોલીસ જોઈ બાઈક રોડ પર મૂકી રોડ સાઈડ ઝાડી-ઝાંખરામાં ભાગતા પોલીસે પીછો કર્યો હતો જોકે બુટલેગરો હવામાં ઓગળી જતા પોલીસે પલ્સર બાઈક પર કાપડના બે થેલા માંથી વિદેશી દારૂના ક્વાંટરીયા અને બિયર નંગ-137 કીં.રૂ.26010 /- તેમજ પલ્સર મળી 61 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બંને અજાણ્યા બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી