બાયડ પોલીસ મથકના ડેમાઈ ગામે અરજી કરવા બાબતે બોલાચાલી થતાં બંને પક્ષે સામસામે બાયડ પોલીસ મથકે ફરિયાદ નોંધાયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ ડેમાઈ ગામના ઘનશ્યામભાઈ હર્ષદભાઈ રાવલે સામેવાળાને તમો અમારી જમીન બાબતે અરજીઓ કેમ કરો છો તેમ જણાવતાં સામેવાળાએ ગાળો બોલી તમારે ગામમાં રહેવાનું છે કે કેમ તેમ જણાવી મારામારી પર ઉતરી જઈ જાનથી મારી નાખવાની ધમકી આપતાં ઘનશ્યામભાઈ રાવલની ફરિયાદના આધારે બાયડ પોલીસે રણજીતસિંહ ઉર્ફે બાબુસિંહ અભેસિંહ રાણા સામે ગુનો નોંધવામાં આવ્યો છે
તો સામે પક્ષે સમીરસાબ રણજીતસાબ રાણા રહે. શાન્તાનગર, ડેમાઈ એ ફરિયાદમાં જણાવ્યા મુજબ સામેવાળાએ તમે અમારા વિશે બેંકમાં માહિતી કેમ માગી છે તેમ જણાવી બીબત્સ ગાળો બોલી ગળદાપાટુનો માર મારી ગામમાં રહેવાનું છે કે કેમ તેમ જણાવી ધમકીઓ આપતાં બાયડ પોલીસે સમીરસાબ રાણાની ફરિયાદના આધારે હર્ષદભાઈ પુંજાભાઈ રાવલ અને ઘનશ્યામભાઈ હર્ષદભાઈ રાવલ રહે. ડેમાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહ્યા છે