અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલે જીલ્લા પોલીસ તંત્રને વિદેશી દારૂની ગેરકાયદે હેરાફેરી અને વેચાણને સખત હાથે ડામી દેવા કડક સૂચનાઓ આપ્યા બાદ અરવલ્લી જિલ્લાનું પોલીસ તંત્ર પણ એક્શનમાં આવી ગયું હોય તેમ પરિણામલક્ષી કામગીરી જોવા મળી રહી છે.
આંબલીયારા પોલીસ મથકના રમોસ ગામે બેરોકટોક વિદેશી દારૂનો વેપલો એક શખ્સ કરી રહ્યો છે. તેવી સચોટ બાતમીના આધારે આંબલીયારા પોલીસ મથકના પી.એસ.આઇ જે.કે જેતાવત અને તેમની ટીમે રમોસ ગામની સીમમાં ખાલીયાવાળા ખેતર તરીકે ઓળખાતા ખેતરમાં આવેલી ઓરડીમાં તપાસ હાથ ધરતાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 174 બોટલ જેની કિંમત રૂપિયા 26000/- નો મુદ્દામાલ કબજે લઈ ફરાર બુટલેગર દિનેશભાઈ ચંદુજી મઘાજી પરમાર રહે. રમોસ. તા. બાયડ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ફરાર બુટલેગરને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી