અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શક હેઠળ જિલ્લામાં ગુન્હા આચરી સજા પામેલા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પકડવા ટાઉન પોલીસે બાતમીદારો સક્રિય કર્યા છે.મોડાસા ટાઉન પોલીસે સજાના વોરંટમાં નાસતા ફરતા બે આરોપીને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
મોડાસા ટાઉન પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન કોલેજ ચોકી પાસે હતી તે વખતે બાતમી મળતા નામદાર બીજા.એડી.જ્યૂડી.મેજી.ફક.મોડાસા કોર્ટના નેગો એક્ટ કલમ-૧૩૮ મુજબની કુલ-૪ કેશોમાં સજા પામેલ આરોપી નારણભાઈ વાલજીભાઈ ભોજીયા રહે.ભોજીયાવાસ ખડાયતા બોડિંગ સામે બસ સ્ટેશન બાજુમાં મોડાસા છેલ્લા એકાદ વર્ષથી પોલીસ પકડથી નાસતો ફરતો હોય અને સદર આરોપી તેના ઘરે આવેલ છે જે બાતમી આધારે સદરીના ઘરે તપાસ કરતા આરોપી ઘરે હજાર મળી આવેલ નામદાર મોડાસા કોર્ટના સજા વોરંટના નાસતો ફરતો હતો.
મોડાસા ટાઉન પોલીસે નામદાર કોર્ટના સજા વોરંટમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો હતો.
મોડાસા ટાઉન પોલીસે બાતમી મળતા નામદાર ત્રીજા.એડી.જ્યૂડી.મેજી.ફક.હિંમતનગરના કોર્ટના નેગો એક્ટ કલમ-૧૩૮ મુજબની કુલ -૧ કેશોમાં સજા પામેલ આરોપી ભગરાજ નેનારામ દેવાસી રહે.સી.ઓ.રામદેવ ગારમેન્ટ મોડાસા છેલ્લા ચાર માસથી પોલીસ પકડથી નાસતો ફરતો હોઈ અને સદર આરોપી આજરોજ તેના ઘરે આવેલ છે જે બાતમી આધારે સદરીના ઘરે તપાસ કરતા આરોપી ઘરે હાજર મળી આવેલ મોડાસા ટાઉન પોલીસે નામદાર હિંમતનગર કોર્ટના સજા વોરંટમાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડ્યો હતો.