અરવલ્લી જિલ્લા મોડાસા તાલુકાના બોલુન્દ્રા મુકામે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જીવદયા પ્રેમી તરીકે જાણીતા નિલેશ જોશી નો જન્મદિવસની ઉજવણી ભવ્ય રીતે સર્વરોગ નિદાન કેમ્પ સાથે પશુ નિદાન કેમ્પ વૃક્ષારોપણ કાર્યક્રમ બ્લડ ડોનેશન કાર્યક્રમ જેવા કાર્યક્રમો જિલ્લાના સંતો મહંતોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં જરૂરિયાત મંદો ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઉજવવામા આવ્યો જેમાં સુપ્રસિદ્ધ દેવરાજ ધામના મહંત પૂ પૂજ્ય ધનગીરી મહારાજ વૈયા આશ્રમના રામદેવપુત્ર મીની ઉમિયા ધામના વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી રામદેવ મંદિર સાથે સંકળાયેલા મનુ મહારાજ સામાજીક કાર્યકર જશુભાઈ મીઠાવાળા જાયન્ટ્સ ગ્રુપ મોડાસા સહીયર મોડાસા બોલુન્દ્રા સિદ્ધાર્થ ફાઉન્ડેશન જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજ દ્વારા આ આયોજિત સેવાકીય કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં 300 ઉપરાંત આંખોના દર્દીઓ 160 ગાયનેક દર્દીઓ 40 સ્કીન દર્દીઓ 100 ઉપરાંત ડેન્ટિસ્ટના દર્દીઓ તેમજ અન્ય દર્દીઓએ આ સેવાકીય પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો પાટણ થી ઉપસ્થિત વૃક્ષ પ્રેમી નિલેશ રાજગોર દ્વારા બે ઓક્સિજન પાર્ક દેવરાજ ધામ ખાતે વડોદરા ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું આ ભવ્ય કાર્યક્રમમાં સંતો મહંતો દ્વારા નિલેશભાઈ જોશીને આશીર્વાદ પાઠવી શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમમાં જાયન્ટ્સ ફ્રેન્ડ પ્રવીણ પરમાર, વિનોદ ભાવસાર,ભગીરથ કુંપાવત,ધર્મેન્દ્ર ત્રિવેદી,રમેશભાઈ પ્રજાપતિ અશોક પટેલ,મેહુલ જોશી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન સિદ્ધાર્થ ફાઉન્ડેશન વડોદરા અને મેઘરજ જલારામ સેવા ટ્રસ્ટ પી.આર.ઓ બામણીયા નરેશ પરમાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું