આરોગ્ય વિભાગમાં કોરોના ના સમય દરમિયાન કર્મચારીઓ એ પોતાના જીવની પરવાહ કર્યા વગર કામગીરી કરી છે અને હાલ પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ PHC અને CHC કેન્દ્ર ખાતે ફરજ બજાવી રહ્યા છે જેમાં ખાસ કરીને વર્ગ 4 માં ગણાતા વોર્ડ બોય અને સ્લીપર જે PHC અને CHC ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ હાલ કોન્ટ્રાકટ બેજ પર ફરજ બજાવી રહ્યા છે જેમાં જે કે એજન્સી રાજકોટ દ્વારા હાલ આ કર્મચારીઓ ને કોન્ટ્રાકટ બેજ પર નોકરી રાખવામાં આવ્યા છે જેમાં કર્મચારીઓ નો પગાર 12,300/- રૂપિયા છે વર્ગ ચાર ના કર્મચારીના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવાર પછી અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા વર્ગ ચારના કર્મચારીઓ PHC અને CHC ના કર્મચારીઓ છેલ્લા ત્રણ મહિનાથી પગાર થી વંચિત છે જેના કારણે કર્મચારીઓ એ પોતાની વેદના મીડિયા સમક્ષ રજુ કરી હતી અને જણાવ્યું હતું કે વર્ગ ચાર માં વોર્ડ બોય તેમજ સ્લીપર પોસ્ટ પર ફરજ બજાવીએ છીએ પણ આ મોંઘવારી માં છેલ્લા ત્રણ મહિના થી પગાર ન થતો હોવાથી ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે તો જે તે એજન્સી દ્વારા ઝડપથી પગાર થાય તેવી માંગ સેવાઈ રહી છે