asd
26 C
Ahmedabad
Thursday, October 10, 2024

અરવલ્લી : પોલીસકર્મી પ્રશાંત પટેલ સામે ભિલોડા કોર્ટે ગુન્હો નોંધવા આદેશ કર્યો, વેપારી સાથે લુખ્ખાગીરી કરવી ભારે પડી


પોલીસકર્મી પ્રશાંત પટેલ સામે કરેલ ફરિયાદ પાછી ખેંચવા મોડાસા રૂરલ પીઆઇ એસ.એન.પટેલે ધમકી આપી હોવાની કોર્ટમાં રજુઆત

Advertisement

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મીઓ ખાખી પહેર્યા પછી લોકો સામે રોફ જમાવતા હોવાની સાથે બેફામ ભ્રષ્ટાચાર કરતા હોવાની અનેક ઘટનાઓ બની ચુકી છે ત્યારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પ્રશાંત પટેલ નામનો પોલીસકર્મી શામળાજી રોડ પર ધંધાર્થીઓને હેરાન કરતા હોવાની બૂમો ઉઠી હતી તેમજ ભિલોડા ભૂતાવડ ગામના અને માવાના વેપારી રણજીત કીશોર ગુર્જરને ધમકાવી પૈસાની માંગણી કરતા વેપારીએ પોલીસકર્મીની કરતૂત મોબાઈલમાં કંડારતા મોબાઈલ લઇ લઇ બિભસ્ત ગાળો બોલતા વેપારી સમસમી ઉઠ્યો હતો આ અંગે જીલ્લા પોલીસવડાને લેખિત ફરિયાદ આપતા પ્રશાંત પટેલ અને મોડાસા રૂરલ પીઆઈ એસ.એન.પટેલે દમદાટી આપી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા વેપારી ફફડી ઉઠ્યો હતો આખરે કોર્ટનું શરણ લેતા કોર્ટ પ્રશાંત પટેલ સામે ગુન્હો નોંધવા આદેશ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે

Advertisement

શું છે સમગ્ર મામલો અને કોર્ટનો આદેશ વાંચો
અરવલ્લી જીલ્લાના મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષ-2021માં ફરજ બજાવતા પોલીસ કર્મી પ્રશાંત પટેલ શામળાજી રોડ ઉપર આવતા જતા રાહદારીઓ અને ધંધાર્થીઓને કોઈ પણ કારણ વગર રોકી હેરાન પરેશાન કરી પૈસાની માગણી કરતા હતા તેમજ ભિલોડા ભૂતાવડ ગામના અને માવાના વેપારી રણજીત કીશોર ગુર્જરને રસ્તામાં રોકી અગમ્ય કારણોસર પૈસાની માંગણી કરતા હોવાથી રણજીત ગુર્જરે મોબાઈલમાં વિડીયો ઉતારતા જોઈ જતા,ઉશ્કેરાઈજઈ મોબાઈલ ફોન ઝુટવી બિભત્સ ગાળો બોલી ફોનમાં ઉતારેલ વિડીયો ડીલીટ કરી દઈ,મારમારી ફોન પાછો નહિ મળેનો દમદાટી આપતા વેપારીએ એનકેન પ્રકારે મોબાઈલ પરત મેળવ્યો હતો આ અંગે રણજિત ગુર્જર જીલ્લા પોલીસવડાને લેખિત ફરિયાદ આપતા પોલીસકર્મી પ્રશાંત પટેલનું ઉપરાણું લઇ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલીન પીઆઈએ ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ શરૂ કર્યું હતું

Advertisement

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ એસ.એન.પટેલ
ને મોડાસા ટોલનાકા નજીક નાસ્તો કરવા ઉભા રહેલ રણજિત ગુર્જર અને તેના પુત્ર માનસિંહ ઉર્ફે હિમાંશુ જોવા મળતા તેમની પાસે પહોંચી પ્રશાંત પટેલ સામે ઉચ્ચ અધિકારીને કેમ લેખિત ફરિયાદ કરી છે કહી ફેટ પકડી ,બિભત્સ ગાળો બોલી બે ત્રણ લાફા ઝીંકી દઈ બંનેને ઉઠાવી લઇ રૂરલ પોલીસ સ્ટેશનમાં બે ત્રણ કલાક ગોંધી રાખી ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકાવી વેપારીને ફરિયાદ પાછી ખેંચી લેવાની શરતે વેપારી અને તેના પુત્ર નો છુટકારો કર્યો હતો તેમજ ફરિયાદ પરત નહીં લેતો તેના પરીવારજનોને દારૂ,અફીણ, ચરસ,ગાંજો કે અન્ય કોઈ મોટા કેસમાં ભરાવી દેવાની અને હવે પછી તારા પરીવારનું એન્કાઉન્ટર કરાવી નાખીશ તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ વેપારીએ જે તે સમયે કર્યો હતો

Advertisement

રણજીત ગુર્જરને કરેલ આક્ષેપ સાથેની ફરિયાદને ન્યાય ન મળતા વેપારીએ હાઈ કોર્ટમાં ફરિયાદ કરવા માટે પિટિશન કરતા હાઇકોર્ટે ભિલોડા કોર્ટમાં કેસની તપાસ કરવાનો હુકમ કરતા,ભિલોડા કોર્ટમાં અરવલ્લી જિલ્લાના જાણીતા અને સિનિયર એડવોકેટ જી,એમ પટેલ દ્વારા નામદાર ભિલોડા કોર્ટ સમક્ષ પોલીસ કર્મી પ્રશાંત પટેલ વિરુદ્ધ ફરીયાદી તરફે ધારદાર રજુઆત કરી સર્વોચ્ચ અદાલતના લેન્ડમાર્ક જજમેન્ટ રજૂ કર્યા હતા ભિલોડા નામદાર કોર્ટે પ્રશાંત પટેલ નામના પોલીસ કર્મી સામે ગુન્હો નોંધવા હુકમ કર્યો હતો કોર્ટના હુકમને પગલે અરવલ્લી જીલ્લા પોલીસબેડામાં સનસનાટી સાથે ફફડાટ ફેલાયો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!