અરવલ્લી જીલ્લામાં એક સપ્તાહમાં હત્યાની વધુ એક ઘટના બનતા ભારે સનસનાટી મચી છે જીલ્લામાં ક્રાઈમ રેશિયો વધી રહ્યો છે ભિલોડા તાલુકાના સુનોખ ગામ નજીક મુરલીધર હોટલ નજીક દુકાનમાં વેલ્ડિંગનું કામકાજ કરતા બે પર પ્રાંતીય કારીગર તેમના સાથીદારની ઉંઘમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઇ જતા હત્યાની ઘટનાથી ભારે ચકચાર મચી હતી યુવકની હત્યાની ઘટનાના પગલે ટીંટોઈ પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 નજીક સુનોખ ગામ પાસે આવેલ મુરલીધર હોટલ બાજુમાં આવેલ વેલ્ડિંગની દુકાનમાં ખૂની ખેલ ખેલાયો હતો વેલ્ડિંગની દુકાનમાં કામ કરતા બિહાર ઉચૌલા રોહતાસના અરુણકુમારસિંહ કામદેવસિંહ નામનો યુવક પલંગમાં ઉંઘી રહ્યો હતો ત્યારે તેની સાથે કામ કરતા પર પ્રાંતીય કિશન યાદવ અને અશોક યાદવ નામના યુવકે અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારના ગળાના ભાગે ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઇ જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી વેલ્ડિંગ ની દુકાનમાં કામ કરતા પર પ્રાંતીય યુવકની હત્યા તેના સાથીદારો કરી ફરાર થઇ જતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા હત્યાની ઘટનાની જાણ ટીંટોઈ પોલીસને કરતા પીએસઆઈ કોમલ રાઠોડ તેમની ટીમ સાથે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી મૃતકની લાશને પીએમ માટે ખસેડી દીધી હતી
ટીંટોઈ પોલીસે સુનોખ ગામના નવીનભાઈ કોદરભાઈ તરારની ફરિયાદના આધારે કિશન યાદવ અને અશોક યાદવ નામના બે શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધી બંને હત્યારાઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે