28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું ક્યારેય ચૂંટણી નહીં લડુ : પરસોડા ગામે...

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું ક્યારેય ચૂંટણી નહીં લડુ : પરસોડા ગામે ખોડલ સેવા ટ્રસ્ટ દ્વારા ખોડિયાર જન્મોત્સવ યોજાયો

0
284

માલપુર તાલુકા ના જાય માં ખોડલ સેવા ટ્રસ્ટ દ્વારા આજે ખોડિયાર જયંતિ ના દિવસે ખોડિયાર જન્મોત્સવ – 2024 ની ભવ્ય ઉજવણી કરાઈ,આ કાર્યક્રમ માં ખોડલધામ કાગવડ ના ચેરમેન નરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમની સાથે બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ગુજરાત રાજ્ય પંચાયત પરિષદ ના નયના પટેલ,સંતરામ મંદિર કરમસદ ના મોરારીદાસ મહારાજ, લંગામઠ ના માળી ,પટેલ જવેલર્સ ના મગનભાઈ એન પટેલ,દેવરાજ ધામ ના મહંત ધનગીરી મહારાજ,બહાદુર ગીરી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા,ખોડલધામ કાગવડ ના ચેરમેન નરેશ પટેલે નાના નાના ગામડાઓ માં પણ ભવ્ય મંદિરો બને છે અયોધ્યા માં રામ મંદિર અને દેશ માં સનાતન ધર્મ એક ટુરિઝમ તરીકે વિકસી રહ્યું છે એ આનંદ ની વાત છે એમ જણાવ્યું હતું , સાથે સાથે આગામી સમય માં લોકસભા ની ચૂંટણી અંગે તેઓએ જણાવ્યું હતું જે નરેશ ભાઈ કાયમી સેવાકાર્ય માં જોડાયા છે આજીવન સેવા કાર્ય જ કરશે ક્યારે ચૂંટણી નહીં લડે પરંતુ જ્યારે જ્યારે સારા ઉમેદવારો ને મારી જરૂર હશે તેઓને ચોક્કસ મદદ કરીશું એમ જણાવ્યું હતું

આ કાર્યક્રમ માં પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ,ભીખીબેન પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રી બેન પંડ્યા,તા.પં પૂર્વ પ્રમુખ મહેશ ડી પટેલ સહિત મોટી સંખ્યા માં અગ્રણીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

સમગ્ર સફળ કાર્યક્રમ જય માં ખોડલ સેવા ટ્રસ્ટ પ્રમુખ ઈશ્વર કે પટેલ અને ટ્રસ્ટીઓ તેમજ પરસોડા ગામ ના યુવકો દ્વારા કરવામાં આવ્યું હતું રાત્રે નિર્મળદાન ગઢવી અને લોકસાહિત્યકાર અશોક સુથાર ના ભવ્ય લોકડાયરા નું પણ આયોજન કરેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!