હાલોલ,
ગુજરાતમાં આવેલા જંગલો વન્ય સંપદા અને પ્રાકૃતિક સંપતિ અને પક્ષી તેમજ વન્યજીવોથી ભરેલા છે.પંચમહાલ જીલ્લામાં આવેલા જાંબુઘોડા વન્ય પ્રાણી અભયારણ્ય પ્રકૃતિપ્રેમી માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે,અહી કેટલાક જળાશયો પણ ટુરીસ્ટ ડેસ્ટીનેશન છે. ગુજરાત વનવિભાગ દ્વારા પંચમહાલના અભયારણ્ય સહિતના જંગલો અને તેમા રહેતા વન્ય જીવો સુરક્ષિત રાખવામા માટે અથાગ પ્રયત્નો કરવામા આવે છે. આ બધાની વચ્ચે પંચમહાલના ઘોંઘબાના એક વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફીસર જયેશભાઈ દુમડિયાએ બર્ડ વોચિંગ કરતા ફોટોગ્રાફી દરમિયાન ભાગ્યે જ જોવા મળતી રાખોડી શિર ટીટોડીં કેમેરામાં કેદ કરતા પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે.રાખોડી શિર ટીટોડી મુળ વિદેશી પક્ષી છે અને તે ચીન,જાપાન,મંગોલીયા દેશમાં જોવા મળે છે.આ પ્રથમ વખત ગુજરાતમા તેની હાજરી નોધાઈ હોવાની વિગતો સાંપડી છે. આ પક્ષીને અંગ્રેજીમાં ગ્રે હેન્ડડ લેપવિંગ કહેવામા આવે છે.
પંચમહાલ જીલ્લાના ઘોંઘબા વિસ્તરણ રેન્જના ફોરેસ્ટ ઓફિસર જયેશભાઈ દુમડિયા ફોટોગ્રાફીના શોખીન છે.તેઓ વિવિધ પક્ષીઓની ફોટોગ્રાફી પોતાના કેમરામા કેદ કરે છે. પાવાગઢ પાસે આવેલા વડાતળાવમાં શિયાળો શરુ થતા મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે. બગલો,ફાંટી,ચાંચ ઢોક,ચમચા,તુતવારી,તેજપર,સહિતના પક્ષીઓ આ તળાવમાં જોવા મળે છે. તે સમયે બર્ડ વોચીંગ દરમિયાન ફોટોગ્રાફી કરતા સમયે ગુજરાતમાં ભાગ્યે જ દેખાતુ વિદેશપક્ષી તેમના કેમેરામાં કેદ થયુ છે. તેને ગુજરાતીમાં રોખોડી શિર ટીટોડી તરીકે ઓળખવામા આવે છે.
મેરા ગુજરાત સાથેની વાતચીતમાં વિસ્તરણ રેન્જ ફોરેસ્ટ ઓફીસર જયેશભાઈ દુમડિયા જણાવે છે. શિર રાખોડી ટીટોડી મુળ વિદેશી પક્ષી છે. આ પક્ષી ચાઈના જાપાન,મંગોલીયા કોરિયા બાજુ જોવા મળતુ ત્યાનુ સ્થાનિક પક્ષી છે. શિયાળો આવતા ત્યા વિસ્તારના તળાવો બરફ થઈ જાય છે. આથી તે સ્થળાતંર કરે છે. ભારતના અમુક રાજ્યો તેમજ દક્ષિણપુર્વ એશિયામાં સ્થળાંતર કરે છે. બર્ડવોચિંગ દરમિયાન દરમિયાન આ ટીટોડ઼ી દેખાઈ ફોટોગ્રાફ લીધા અને તેની તપાસ કરી. તેના રકોર્ડ છે કે નહી તેની તપાસ પણ કરવામા આવી હતી. બર્ડ વોચરો પાસે પણ જાણકારી મેળવી હતી. ગુજરાતમા આ પહેલી વાર દેખાઈ એવુ પણ કહી શકાય. ગુજરાતની સાથે પંચમહાલ જીલ્લાના જાણીતા તળાવમા આ રીતેની ટીટોડી પહેલી વાર દેખાતા પક્ષીપ્રેમી,પક્ષીવિદોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે.
નોધનીય છે કે પાવાગઢ પાસે આવેલુ વડાતળાવ ફેમસ પિકનીક ડેસ્ટીનેશન છે. અહી ખાસ કરીને પ્રી વેંડીંગ, સોશિયલ મિડીયા ઈન્ફલ્યુએન્સરની ખાસ આ માનીતી જગ્યા છે. અહી રીલ બનાવા પણ યુવાઓ આવતા હોય છે ત્યારે ઘણીવાર અહી પક્ષીઓ પણ તળાવમાં વિહાર કરતા હોય છે. જેના કારણે ઘણીવાર પક્ષીઓ ડીસ્ટબ થતા હોય છે.ત્યારે તંત્ર આ મામલે આ પક્ષીઓને કોઈ ખલેલ ના પહોચે તે માટે શુંટીગ પ્રિવેડીંગ માટે એક નિશ્ચિત જગ્યા નકકી કરવામા આવે તેવી પક્ષીપ્રેમીઓની પણ માંગ ઉઠી છે.
ચીન,જાપાનમાં જોવા મળતી રાખોડી શિર ટીંટોડી ગુજરાતમાં પ્રથમ વાર પાવાગઢ પાસે આવેલા વડાતળાવમાં જોવા મળતા પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ
Advertisement
Advertisement