સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને મોડાસા શહેરમાં રહેતા કર્મીએ ત્રણ શખ્સો પૈસાની માંગ કરી ખોટી રીતે તેની વિરુદ્ધમાં મુખ્યમંત્રી સુધી ઓનલાઈન ફરિયાદ કરી તેને હેરાન પરેશાન કરતા હોવાના આક્ષેપ સાથે તેની જીંદગી બરબાદ કરી નાખી હોવાનો વીડિયો કારમાં બનાવી વોટ્સએપના એક ધાર્મિક ગ્રુપમાં વિડીયો ફોરવર્ડ કરી ઝેરી દવા ઘટઘટાવી લેતા કર્મી દવા પીધેલી હાલતમાં કારમા જોવા મળતા તેને કેટલાક લોકોએ સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડી દીધો હતો પોલીસકર્મીના પત્નીને જાણ થતાં પરિવારજનો સાથે દવાખાને પહોચી રોકોકોકળ કરી મૂકી હતી ઝેરી દવા પીનાર પોલીસકર્મીની હાલત સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
સાબરકાંઠા એસપી કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને મોડાસા શહેરની મધુવન સોસાયટીમાં રહેતા મહેશકુમાર મનહરભાઈ નાઈએ રવિવારના દિવસે રમેશ પંચાસરા તેનો પુત્ર સંકેત પંચાસરા તેમજ એ.ટી. પટેલ નામના શખ્સો ઘરના પૈસા ચૂકવી દીધા હોવા છતાં ખોટી રીતે મારી પાસે ઘરના પૈસાની ઉઘરાણી કરી અન્ય શખ્સો સાથે મળી મારી વિરુદ્ધ ખોટી રીતે સાબરકાંઠા પોલીસ અધિક્ષક કચેરી તેમજ મુખ્યમંત્રી નોકરી અંગે ખોટી અરજીઓ કરી મને માનસિક ત્રાસ આપતા હોવાનું અને આ ત્રણે શખ્સોએ મને ના ઘરનો કે ઘાટનો રહેવા દીધો હોવાનું જણાવી હેરાન કરનાર શખ્સો સામે સાબરકાંઠા SP વિજય પટેલ અને ડીસીપી ક્રાઈમ ચૈતન્ય માંડલિક દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવે જેથી કરી અન્ય કર્મચારીઓ અને નાના માણસોને હેરાન ન કરે જણાવી ઝેરી દવા ઘટઘટાવા મજબૂર બન્યો હોવાનું જણાવી ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી છે