અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા એલસીબી પોલીસે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી ફરાર રાજસ્થાની બુટલેગર બંસીલાલ ડામોરને ગાજણ નજીક હોટલ પાસે બિન્દાસ્ત ટહેલતો ઝડપી પાડતા બુટલેગરના મોતિયા મરી ગયા હતા બુટલેગર બંસીલાલ ફરાર થતાં પહેલા પોલીસ હાથે ઝડપાઈ ગયો હતો
અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પેટ્રોલીંગ હાથધરી પ્રોહિબિશનની કામગીરી માટે બાતમીદારો સક્રિય કરતા શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના બે ગુન્હામાં સંડોવાયેલ લિસ્ટેડ રાજસ્થાની બુટલેગર બંસીલાલ જીવાજી ડામોર(રહે,બાબરી-ઉદેપુર) ગાજણ ટોલપ્લાઝા નજીક આવેલ સર્વોત્તમ હોટલ નજીક ઉભો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તબડતોડ હોટલ નજીક પહોચી બુટલેગર બંસીલાલ ડામોરને કોર્ડન કરી ઝડપી પાડી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી