30 C
Ahmedabad
Monday, March 17, 2025

ફિલ્મી સ્ટોરી જેવી ઘટના- 2013મા ગુમ થયેલા ભામૈયા ગામના ગીતાબેન 2024માં છેક કોલકાતાથી મળ્યા. પંચમહાલ પોલીસે સારથી બની પરિવાર સાથે મિલાપ કરાવ્યો,જાણો શુ છે સમગ્ર ઘટના


ગોધરા,
બોલીવુડની હિન્દી ફિલ્મોની વાર્તાઓમા નાયક નાયિકાની યાદદાસ્ત જતી રહેવાની ઘટનાઓ તમેજોઈ હશે. વર્ષો બાદ બધુ અચાનક યાદ આવી જતા ફરી તે પોતા ના લોકોને ઓળખવા માડે છે. આવુ જ કઈ પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના ભામૈયા ગામની મહિલા સાથે થયુ છે. 2013મા ગુમ થયેલી મહિલા કોલકાતા પહોચી જાય છે.અને ત્યા મેન્ટલ હોસ્પિટલમા સારવાર લે છે. 2024મા અચાનક ગુમ થયેલી યાદશક્તિ આવી જતા તબીબોને પોતાના પરિવાર અને ઘર વિશે જણાવતા આખરે તબીબો પંચમહાલ પોલીસનો સપર્ક કરે છે. અને પરિવાર સાથે તેમનુ મિલન થાય છે .
પંચમહાલ જીલ્લાગોધરા તાલુકાના ભામૈયા ગામે રહેતા ગીતાબેન નામની મહિલા માનસિક રીતે અસ્થિર થઈ જતા 2013ના વર્ષમાં તેઓ પોતાના પીયર કણજીયા ગામથી ગુમ થઈ ગયા હતા.ત્યારબાદ પરિવારે ગીતાબેને શોધવાનો પ્રયત્ન કર્યો.પણ તેઓ મળ્યા નહી.તેમને શોધવાની આશા પણ મુકી દીધી હતી આખરે 11 વર્ષ બાદ પંચમહાલ પોલીસને કોલકાતાથી આવેલા એક ફોને આ ગુમ થયેલા ગીતાબેનના પરિવારજનો એક ખુશીની છવાઈ ગઈ હતી.ગીતાબેન ગુમ થયા બાદ કોલકાતા પહોચી ગયા હતા.અને ત્યાની પોલીસે તેમને મેન્ટલ હોસ્પિટલ પહોચાડ્યા અને ત્યાના તબીબોએ માનવતા દાખવીને સેવાચાકરી કરી.દુઃખભરી વાત એ હતી આ સમય દરમિયાન તેઓ અર્ધબેભાન અને યાદશક્તિ ખોઈ નાખેલી અવસ્થામા હતા. પણ અચાનક થોડા દિવસો પહેલા ગીતાબેનની યાદદાસ્ત પાછી આવી જાય છે. અને પોતાના વતન સહિતની વિગતો હોસ્પિટલ તંત્રને જણાવે છે.હોસ્પિટલ તંત્ર પંચમહાલ પોલીસને જાણ કરે છે.ત્યારબાદ ગામના સરપંચની મદદથી તેના પરિવાર સુધી પહોચે છે.ગીતાબેન વિડિયોકોલથી પરિવારના સભ્યો વાતચીત કરે છે.ગીતાબેન તેમને ઓળખી જાય છે. આમ 11 વર્ષ પછી ગીતાબેન તેમના પરિવારને મળે છે. ગોધરા તાલુકા પોલીસ મથકના આસિસ્ટટ સબ ઈન્સપેક્ટર વાડિલાલ દામા તેમજ કોન્સ્ટેબલ કરણસિંહ સાથે ગીતાબેનના બહેન બનેવી કોલકાતા પહોચ્યા હતા.તેમને લઈને પરત ફર્યા હતા.વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે કોલકાતાથી ટ્રેન આવી પહોચતા તેમના પરિવારજનો ગીતાબેનને લેવા પહોચ્યા હતા તેના ભાવવિભોર દશ્યો સર્જાતા ઉપસ્થિત સૌકોઈની પણ આંખભીની થઈ ગઈ હતી.
અત્રે નોધનીય છે કે ગોધરા તાલુકાના કણજિયા ગામનાં ગીતાબેનનાં લગ્ન સામાજિક રીતરિવાજ મુજબ ભામૈયા પૂર્વ ગામના ભીમસિંહ પટેલ સાથે વર્ષો અગાઉ થયાં હતાં. તેઓના સુખી દાંપત્ય જીવનમાં કુદરતે બે પુત્રો અને એક પુત્રીની સંતાનો સ્વરૂપે ભેટ આપી હતી.ભીમસિહ પટેલનુ હાલ આ દુનિયામા નથી. ગીતાબેનના પરિવારજનો ખુશ જોવા મળી રહ્યા છે.કોલકાતાની પવલોવ હોસ્પિટલના તબીબો માનવતા દાખવીને ગીતાબેનની સેવા કરીતેમની યાદદાસ્ત પરત આવી જતા તેમના પરિવાસ સાથે સુખદ મિલન થયુ હતુ. ગોધરા તાલુકા પોલીસની ટીમે ખરા અર્થમા મે આઈહેલ્પ યુની વ્યાખ્યા સાર્થક કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!