શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના બોરિયા ગામમા આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલા ફાર્મસી સ્ટોર રુમમા આગ લાગતા મેડીકલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. અંદાજીત 20 000 નુ પ્રાથમિક નુકશાન થયા હોવાનુ જાણવા મળ્યુ છે. પણ આગ શાના કારણે લાગી તે જાણી શકાયુ નથી. આ મામલે શહેરા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ પણ દાખલ કરવામા આવી છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના બોરીયા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલુ છે. આ આરોગ્ય કેન્દ્ર આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકોને આર્શિવાદ રુપ બને છે. બોરીયા ના આ સામુહિક કેન્દ્ર ખાતે આવેલા ફાર્મસી સ્ટોરમાં કોઈ કારણો સર આગ લાગવાની ઘટના બની હતી.જેના કારણે મેડીકલને લગતો સામાન બળી ગયો હતો. જેમા મમતાકીટ, કોર્ડક્લેમ,આઈવીસેટ સીરીન્જ ટેનેમલ,બે એમએલ સિરીન્જ.ઈન્સ્યુલેશન સિરીઝ,પ્રેટોલીયમ જેલી,સોલ્યુશન બોટલ સહિતની મેડીકલ ચીજવસ્તુઓ બળી જતા નુકશાન પહોચ્યુ હતુ.સામુહિક આરોગ્ય કેન્દ્રમા આગ કયા કારણો સર લાગી તેનુ પ્રારંભિક કારણ જાણી શકાયુ નથી. અંદાજીત 20,000 ની નુકશાનીનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ત્યારે સમગ્ર મામલાની જાણ પોલીસ ને પણ કરવામા આવતા તેમના દ્વારા જાણવાજોગ ફરિયાદ શહેરા પોલીસ મથકે નોધાઈ છે.