રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા 6 ડિસ્ટ્રિક્ટ કોચની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે, જેમાં ભૂજ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લા કોચનો સમાવેશ થાય છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તકની કચેરીઓમાં કાર્યરત ડિસ્ટ્રિક્ટ કોચ તરીકે કાર્યરત અધિકારીઓને જાહેરહિતમાં બદલીનો ચૂંટણી પહેલા આદેશ કરવામાં આવ્યો છે.
બદલી કરેયાલ અધિકારીઓની યાદી અને બદલીનું સ્થળ
1. નિમેશકુમાર એન.પટેલ ડિસ્ટ્રિક્ટ કોચની ભૂજ થી ચાપરડા જુનાગઢ ખાતે બદલી
2. જૈમિન કે. કંથારિયા, ડિસ્ટ્રિક્ટ કોચ અમદાવાદથી ડિસ્ટ્રિક્ટ કોચ નર્મદા ખાતે બદલી
3. કૌશિક એન.પટેલ, ડિસ્ટ્રિક્ટ કોચ ગાંધીનગર થી આદર્શ સેકેન્ડરી વિદ્યાલય બોટાદ ખાતે બદલી
4. મહંમદ ઈસ્માઈલ કુરેશી ડિસ્ટ્રિક્ટ કોચ, મહેસાણા થી ડિસ્ટ્રિક્ટ કોચ દાહોદ ખાતે બદલી
5. વિસ્મય આર.વ્યસા ડિસ્ટ્રિક્ટ કોચ, બનાસકાંઠા થી બડોદરા ખાતે બદલી
6. મઝહર સુથાર, ડિસ્ટ્રિક્ટ કોચ, અરવલ્લી થી કપડવંજ, ખેડા ખાતે બદલી
અરવલ્લી જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોચ તરીકે કાર્યરત મઝહર સુથારની ખેડાના કપડવંજ ખાતે બદલી કરવામાં આવી છે, જેમના કાર્યકાળ દરમિયાન અરવલ્લી જિલ્લામાં સ્પોર્ટ્સને વેગ મળ્યો છે અને ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઉડાન ભરી છે. તેમના કાર્યકાળ દરમિયાન ભિલોડા તાલુકા ને તાલુકા રમત સંકુલ માટે જમીન, બાયડ તાલુકા ને તાલુકા રમત સંકુલ માટે જમીન, અરવલ્લી જિલ્લા કક્ષા રમત સંકુલ માટે મોડાસા ખાતે જમીન ફાળવણી થઈ છે, જેનું ટુંક સમય માં ખાતમુહૂર્ત થવાનું છે.
આ સાથે જ મોડાસા જે. બી શાહ સ્કૂલ ને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ ફાળવવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકાર દ્વારા મેદાન, સાધન ત્રણ રમત અથ્લેટિક્સ, ટેબલ ટેનિસ, હોકી જેવી રમત ફાળવવામાં આવી છે. આ સાથે જ રમતવીરોને રાજ્ય સરકાર દ્વારા રેહવા-જમવા ની સુવિધા આપવામાં આવે છે. અત્યાર સુધી 100 થી વધુ ખેલાડીએ રાષ્ટ્રીયકક્ષા માં ભાગ લીધો છે.
અરવલ્લી જિલ્લા ના 5 તાલુકા માં સ્પોર્ટ્સ ઇન સ્કૂલ છે, જેના અનેક ખેલાડી રાજ્ય કક્ષા એ ભાગ લીધો છે. અરવલ્લી જિલ્લા માં રાજ્ય કક્ષાની 10 થી વધુ સ્પર્ધાનું સફળતા પૂર્વંક આયોજન ડિસ્ટ્રિક્ટ કોચ મઝહર સુથારના કાર્યકાળમાં થવા પામ્યા છે. આ સાથે જ 25 થી વધુ પ્રેનેશનલ કેમ્પ પણ યોજ્યા હતા.
ચેબલ ટેનિસમાં અરવલ્લી જિલ્લાના જન્મેજય પટેલ, અરમાન શેખ આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા માટે ગયા છે. થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશના ઈંદોર ખાતે યોજાયેલી અંડર 19 ટેબલ ટેનિસ સ્પર્ધામાં જન્મેજય પટેલ, અરમાન શેખ અને હર્ષવર્ધન પટેલે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. નવા અધિકારી પાસે અરવલ્લી જિલ્લાના ખેલાડીઓની આવી જ અપેક્ષા રહેશે તેવી રમતવીરોમાં ચર્ચાઓ ચાલી રહી છે.