1952માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પોતાની માતૃભાષાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે 21મી ફેબ્રઆરી એ એક આંદોલન કરવામાં આવ્યું હતું. તેમાં શહીદ થયેલા યુવાનોની યાદમાં યુનેસ્કોએ વર્ષ 1999માં 21 ફેબ્રુઆરીને દર વર્ષે વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. 2000ના વર્ષમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આજરોજ આર્ટ્સ કોલેજ શામળાજી ખાતે સદર દિવસની ઉજવણી કરવામાં આવી. જેનું આયોજન સાહિત્ય પરિષદ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતુ આ ઉજવણી હર્ષ અને ઉલ્લસભેર કરવામાં આવી. જેમાં ગુજરાતી સાહિત્યના પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી, વગેરે જેવા સાહિત્યકારોની યાદો વાગોળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપક મિત્રો જોડાયા હતા.પ્રિન્સિપાલ. ડો એ.કે.પટેલ તેમજ ટ્રસ્ટી દિલીપભાઇ કટારાના માર્ગદર્શન હેઠળ ગુજરાતી વિભાગ. દ્વારા આયોજિત કાર્યક્રમનું સંચાલન ડી.સી.પટેલ દ્વારા કરવામાં આવ્યું.