મોડાસા ટાઉન પોલીસે હજીરા વિસ્તારમાં રોડ પર ઉભેલી બોલેરો જીપ હંકારી મુક્તા ધમાચકડી મચી હતી
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ફિલ્મી ડ્રામા સર્જાયો હતો મોડાસા શહેરના ગણેશપુરા વિસ્તારમાં ઉભી રહેલી બોલરો જીપમાં એક માનસિક અસ્વસ્થ યુવક ડ્રાઈવિંગ સીટમાં બેસી હંકારી મૂકતા ભારે અફડાતફડી મચી હતી બોલેરો ડ્રાઇવરે ચાર રસ્તા પોલીસ ચોકી પર જાણ કરતા પોલીસે બોલરોજીપનો પીછો કરી રાણાસૈયદ ચોકડી નજીક બ્લોક કરાવી બોલરોજીપ સાથે પાગલ યુવકને અટકાવ્યો હતો ટાઉન પોલીસ માનસિક અસ્વસ્થ યુવકને જીપ સાથે પોલીસ સ્ટેશન લઇ આવી પરિવારજનોને સુપ્રત કર્યો હતો સદનસીબે સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પર કોઇ અઘટિત ઘટના ન બનતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં બુધવારે સવારના સુમારે રોડ સાઈડ પાર્ક કરેલી બોલરો જીપમાં એક માનસિક અસ્વસ્થ યુવક ચઢી ગયો હતો અને ડ્રાઇવર સીટ પર સવાર થઈ બોલરોજીપ પૂરઝડપે હંકારી મુકતા બોલરોજીપનો ચાલક ચોંકી ઊઠ્યો હતો પાગલ યુવક બોલરોજીપ લઇ ભાગતા ભારે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા પાગલ યુવકે બોલરો જીપ મોડાસા શહેર તરફ હંકારી મૂકી હોવાની જાણ ચાર રસ્તા પોલીસને થતાં પોલીસે સમયસૂચકતા વાપરી રાણાસૈયદ બાયપાસ ચોકડી પર બ્લોક કરાવી બોલેરો જીપની પાછળ પાછળ પીછો કરી રાણાસૈયદ ચોકડી નજીક અટકાવવામાં સફળ રહેતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો બોલરોજીપ હંકાવનાર યુવક માનસિક અસ્વસ્થ હોવાનું જણાવતા પોલીસે બોલરોજીપ તેના માલિકને પરત કરી માનસિક અસ્વસ્થ યુવકના પરિવારજનોનો સંપર્ક કરી પોલીસે સ્ટેશન બોલાવી યુવકનું ધ્યાન રાખવા સુચન કરી પરિવારજનોને સોંપી દીધો હતો