અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલે બુટલેગરો સામે લાલ આંખ કરી છે જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગ પરથી વિવિધ વાહનો મારફતે થતી દેશી-વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસને સખ્ત કાર્યવાહી કરવાના આદેશને પગલે પોલીસતંત્ર મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે જીલ્લા એલસીબી પોલીસે મેઢાસણ-બોડી રોડ પર કારમાંથી 312 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો બુટલેગર રફુચક્કર થઈ ગયો હતો
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા મેઢાસણ ગામ તરફથી વિદેશી દારૂ ભરેલી ટિયાગો કાર બોડી ગામ તરફ આવી રહી હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ બોડી ગામ નજીક નાકાબંધી કરી વોચ ગોઠવતા દારૂ ભરેલી કારનો ચાલક પોલીસ જોઈ કારને ઉભી રાખી રિવર્સ મારી પરત હંકારી મુકતા કાર રોડ સાઈડ ઉતરી પડતા કાર ચાલક બુટલેગર કાર મૂકી ફરાર થઈ જતા પોલીસે કારમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ 312 કિં.રૂ.46800/- અને કાર મળી કુલ રૂ.3.46 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુન્હો નોંધવી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતા