રાજકીય કાર્યક્રમો માટે એસ ટી બસોનો ઉપયોગ કરાતાં રદ કરી દેવાયેલા રૂટના મુસાફરો અટવાઇ પડે છે
બાયડ બસ મથક ખાતે રદ કરી દેવાયેલા રૂટની બસની લાઈનો જોવા મળી
ગુજરાત રાજ્યમાં સરકારી અને રાજકીય કાર્યક્રમોમાં લોકોને લઈ જવા માટે મોટાભાગે એસટી બસોનો ઉપયોગ કરાતો હોવાથી જે વિસ્તારના એસટી બસના રૂટ રદ કરવામાં આવે છે તે વિસ્તારના મુસાફરો બિચારા અટવાઈ પડે છે
22 ફેબ્રુઆરી 2024 ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે વાળીનાથ મહાદેવ મંદિર ખાતે સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પીએમ મોદી હાજરી આપી શકે છે જેથી બાયડ બસ સ્ટેશનમાં રદ કરી દેવાયેલા રૂટની એસટી બસોની લાઈનો જોવા મળી હતી બાયડ તાલુકાના ગ્રામીણ વિસ્તારોના નાના-મોટા રૂટ બંધ કરી દેવાતા મુસાફર જનતામાં આક્રોશ જોવા મળ્યો હતો