અરવલ્લી જીલ્લામાં વિદેશી દારુની હેરાફેરી અને વેપલાને અટકાવવા પોલીસતંત્ર સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે વધુ એક વાર વિદેશી દારૂની નવીન મોડશ ઓપરેન્ડિસનો નુસ્ખો નિષ્ફળ બનાવી ઇકો કારમાં મુસાફરના સ્વાંગમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી અમદાવાદની 9 મહિલા બુટલેગરોને દબોચી લઇ 26 હજારથી વધુનો દારૂ જપ્ત કરી મહિલા બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતી જીલ્લા એલસીબી પોલીસે બાયડના રાયણના મુવાડા ગામની સીમમાં ઢોર બાંધવાની ગમણ અને કારમાંથી 1.15 લાખનો દારૂ જપ્ત કરી બે બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરતા મહિલા મુસાફરો સાથે શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી ઇકો કારને અટકાવવાનો પ્રયત્ન કરતા ઇકો કાર ચાલકે કાર ફુલસ્પીડે હંકારી મૂકતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરી વેણપુર ગામ નજીક અટકાવી મહિલાઓની તલાસી લેતા તેમની પાસે રહેલ થેલાઓમાંથી વિદેશી દારૂની બોટલ,ક્વાટર અને બિયર નંગ-209 કિં.રૂ.26545/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર દિનેશ વિશાલ ડામોર (રહે,ભૂલાવાડા-રાજ) તેમજ ૧)પુષ્પા પરેશરામ ગાયકવાડ,૨)રેણુકા અરવિંદ ગાયકવાડ,૩)મંગલા વૈજનાથ જાદવ,૪) સુજાતા બજરંગ ગાયકવાડ,૫)સુનંદા આરેશ જાદવ,૬)ગાયત્રી દીપક જાદવ,૭)પ્રેણા નરેશ પરમાર,૮)ઉમા સંજય ગાયકવાડ અને રેણુકા રાજેશ ગાયકવાડ( તમામ,રહે,કુબેરનગર-અમદાવાદ)ને દબોચી લઇ કુલ રૂ.2.28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા રાયણના મુવાડા ગામનો બુટલેગર રમેશ ભગાજી ઝાલા અને આકડિયાના મુવાડાના બુટલેગર લાલસિંહ રંગીતસિંહ ઝાલાએ રાયણના મુવાડા ગામની સીમમાં બંને ઢોરઢોખર બાંધવા બનાવેલ શેડમાં દારૂનો અડ્ડો ચલાવતા હોવાની બાતમી મળતા તાબડતોડ રેડ કરી ગમણમાં સંતાડેલ અને સ્થળ પર પડી રહેલ આઈ-૨૦ ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ- 467 કિં.રૂ.115350/- સહિત રૂ.5.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બંને બુટલેગરો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા