40 C
Ahmedabad
Monday, May 20, 2024

અરવલ્લી : ભિલોડા પોલીસકર્મી નરેશ પટેલની વાહનચાલકોને હપ્તા માટે દમદાટી ,SPએ લીવરિઝર્વમાં બદલી કરી DYSPને તપાસ સોંપાઈ


અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર વર્ષોથી કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને પોલીસકર્મીઓના હપ્તારાજ અને બુટલેગરો સાથે ભાઈબંધી નિભાવવામાં ખાખીને દાગ લગાવી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર વિવાદનો પર્યાય બની રહ્યું છે ત્યારે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નરેશ પટેલ નામના પોલીસકર્મીનો છ મહિના જુનો વાહનચાલકો પાસેથી માસિક હપ્તો ઉઘરાવવા માટે દમદાટી આપતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જીલ્લા પોલીસતંત્રની છબી ખરડાઈ હતી આ અંગે જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે વીડિયોમાં દેખાતા પોલીસકર્મીની તબડતોડ લાઈવરીઝર્વ મૂકી દઈ હેડક્વાટર નાયબ પોલીસ અધિક્ષકને તપાસ સોંપી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

Advertisement

ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો નરેશ પટેલ નામનો ટ્રાફિક જવાન ગેરકાયદેસર મુસાફરો ભરીને ફરતા વાહનચાલકોને રોડ પર ઉભા રાખી મુસાફરોની ગેરકાયદેસર હેરાફેરીમાં વાહન હંકારવું હોય તો દર મહિને હપ્તો આપવો પડશે અને દસ તારીખ સુધીમાં પૈસા આપી દેવા પડશે કહી બિભસ્ત શબ્દ પ્રયોગ કરવાની સાથે વાહનચાલકોને દમદાટી આપતો હોવાથી પોલીસકર્મીના હપ્તરાજ અને લુખ્ખાગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા વાહન ચાલકે પોલીસકર્મી નરેશ પટેલની ફિલ્મ ઉતારી લઇ સોશ્યલ મીડિયામાં અગમ્ય કારણોસર છ મહિના પછી વાયરલ કરતા પોલીસની છબી ખરડાઇ છે પોલીસકર્મીનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જીલ્લા પોલીસવડાએ તબડતોડ પોલીસકર્મીની લિવ રિઝર્વમાં મૂકી દઈ સોશ્યલ મીડિયામાં વાયરલ વીડિયો અંગે હેડક્વાટર ડીવાયએસપીને તપાસનો આદેશ આપ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!