asd
27 C
Ahmedabad
Tuesday, October 8, 2024

અરવલ્લી : SOGએ વોન્ટેડ બુટલેગરને હિંમતનગરમાંથી દબોચ્યો, અન્ય એક સગીરા પર બળાત્કાર કરી નાસતા-ફરતા આરોપીને ઝડપ્યો


અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુન્હા આચરી નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઈસરી પોલિસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં સંડોવાયેલ બુટલેગરને હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાંથી દબોચી લીધો હતો તેમજ ઈપોકેટ કોપ એપ્લિકેશનની મદદથી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પોક્સો,અપહરણ અને રેપના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી ફરાર જોઈતારામ રવેસિંગભાઈ મહીડાને મોડાસા બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી લીધો હતો

Advertisement

અરવલ્લી એસઓજી પીએસઆઇ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા ઈસરી પોલિસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુન્હામાં સંડોવાયેલ બુટલેગર હિમાંશુ શકરા ભગોરા (રહે,નવાઘરા-રાજગોળ, મેઘરજ) હિંમતનગર સહકારી જીન નજીક ઉભો હોવાની બાતમી મળતા તબડતોડ હિંમતનગર સહકારી જીન પહોચી બુટલેગર હિમાંશુ ભગોરાની ધરપકડ કરી ઈસરી પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી તેમજ મોડાસા બસ સ્ટેન્ડ નજીક એક યુવકની શંકાસ્પદ હિલચાલના પગલે એસઓજી પોલીસે પૂછપરછ કરી તેનું નામ ઈપોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી શંકાસ્પદ યુવક જોઈતારામ રવેશિંગ મહીડા (રહે,આમલીખેડા-દાહોદ) સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પોક્સો, અપહરણ અને બળત્કારનો ગુન્હો નોધાયેલ હોવાનું અને છેલ્લા કેટલાક સમયથી મોડાસા રૂરલ પોલીસને હાથતાળી આપી નાસતો- ફરતો હોવાથી ધરપકડ કરી મોડાસા રૂરલ પોલીસને સોંપવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!