ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ – પ્રમુખ અને કુંડોલ-પાલના જાગૃત ગ્રામજનો ધ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું
ભિલોડા,તા.૨૬
ભિલોડા તાલુકાના કુંડોલ-પાલ અને ઝાંઝરી (નાની) અને વિજયનગર તાલુકાના મસોતા સહિત આજુ-બાજુના અંતરીયાળ ગ્રામીણ વિસ્તારોમાં ભારત સરકારના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ સર્વે કરાવી ડેજીગનેટેડ ઓફીસ માઈન્સ મંત્રાલય, ભારત સરકાર ધ્વારા તા. ૨૯-૧૧-૨૦૨૩ ના રોજ ટેન્ડર બહાર પાડેલ છે.સમગ્ર માહીતી વેબસાઈટ ઉપરથી મળેલ છે.નિકલ અને ક્રોમિયમ નામની મોંધી ઘાતુ ઉપલબ્ધ હોવાનું દર્શાવેલ છે.મિનરલ બ્લોકની હરાજીમાં ભિલોડા તાલુકાના કુંડોલ-પાલ, ઝાંઝરી (નાની) અને વિજયનગર તાલુકાના મસોતા ગામનો સમાવેશ થાય છે.સ્થાનિક સ્તરે સંમતિ લીધા વગર કાર્યવાહી થયેલ હોય ત્યારે અત્રે ઉલ્લેખનિય છે કે, આ આદિજાતિ પ્રભાવિત વિસ્તાર છે.પૈસા એકટ્ નું ઉલ્લંગન થાય છે.આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની કામગીરી શરૂ કરવાથી આ વિસ્તારના અનેક પરિવારો પર આર્થિક, સામાજીક, નૈતિક, આરોગ્ય, શૈક્ષણિક અને પર્યાવરણની બાબતો પર વિપરીત અસરો ન પડે તે ઘણી બઘી બાબતો ઘ્યાનમાં રાખવી અતિઆવશ્યક છે.
અરવલ્લીની ગીરીમાળાઓનો રમણીય સૌંદર્ય ઘરાવતો ડુંગરાળ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ, પશુ-પક્ષીઓનું આદીવાસી સમાજ જતન કરતું આવેલ છે.આદિવાસી સમાજના લોકો ડુંગર ને દેવ સમાન માને છે.હાલના સમયમાં આદિવાસી વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ ઉભો થઈ ગયો છે.
ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી અને રાજ્યપાલને સંબોધી ભિલોડા મામલતદાર રણજીતસિંહ મોરીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કાંતિલાલ ખરાડી, ડો. રાજનભાઈ ભગોરા, બાબુલાલ ખરાડી, બલભદ્રસિંહ ચંપાવત, સજ્જનબેન સુભાષભાઈ તબિયાર, સતિષભાઈ તબીયાર, કાલીચરણ હોથા, રવિન્દ્ર અસારી, સમીર ડામોર, અનિલ અસારી સહિત કોંગ્રેસના હોદ્દેદારો, સામાજીક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસીઓ પર નો અત્યાચાર બંઘ કરો, કુંડોલ-પાલ વિસ્તાર નું ખાણ ખનીજ વિભાગ નું ટેન્ડર રદ કરો, સરકાર વિરોધી સુત્રોચ્ચાર જોરદારથી પોકાર્યા હતા.